મુંબઈ: 273 લોકો ભરેલુ જહાઝ ડુબયું , 146 લોકો ને બિચાવી લેવાયા જયારે 171 લોકો હજી લાપતા
સોમવાર ની રાત્રી ના 9 વાગ્યા પછી તૌકતે વાવાઝોડા એ ઘણુ ભયાનક રુપ ધારણા કર્યુ હતુ અને સમગ્ર ગુજરાત મા ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો, ત્યારે અન્ય રાજ્ય મહારાષ્ટ્ર અને ગોવા મા પણ આ વાવાઝોડા ની અસર જોવા મળી હતી અને ઘણુ નુકશાન થયુ હતુ આ ઉપરાંત મુંબઈ મા એક મોટી ઘટના સામે આવી છે જેમા એક જહાજ હાઇમાં ફસાઇ ગયુ હતુ.
મુંબઈ મા બાર્જ P305 મુંબઇ હાઇમાં ફસાઇ ગયુ હતું. અને ત્યાર બાદ જહાઝ ડુબયુ હતુ. આ જહાજમાં કુલ 273 લોકો સવાર હતા. જહાજને બચાવવા માટે પહેલાથઈ એલર્ટ નૌસેનાએ પુરા પ્રયાસ કર્યા હતા. તેના રેસક્યૂ માટે આઇએનએસ કોચ્ચિને રવાના કરવામાં આવ્યુ હતુ પરંતુ સ્થિતિ ઘણી પ્રતિકૂળ હતી. દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી હતી અને ઝડપી પવન ફુંકાઇ રહ્યો હતો, જેને કારણે રેસક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી હતી. બાદમાં આઇએનએસ કોલકાતાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. અને મોટા સ્તરે રેસક્યૂ ઓપરેશન ચલાવીને 146 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, જહાજમાં સવાર 171 લોકોને લઇને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.