મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલા રૂપિયા આ વ્યક્તિ એક દિવસમાં દાન કરતો!
દુનિયામાં અઢળક સંપત્તિવાન લોકો છે, જેમાંથી ઘણા લોકો દાન કરવામાં અને એ પૈસા સતકાર્યોમાં વધુ માને છે, ત્યારે આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે,જે આજમાં સમયનાં સૌથી સૌથી અમીર લોકોની શ્રેણીમાં ભારતમાં ટાટા-બિરલા, અંબાણી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમેઝોનના સંસ્થાપક જેફ બેરોઝને સૌથી ધનવાન માણસ ગણવામાં આવે છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે,જેફ બેરોઝ પાસે 175 બિલિયન ડોલરની સંપતિ છે પરંતુ સૌથી મોટો ધનવાન એ છે જે પોતાની સંપતિનું દાન કરે છે. પૈસા ભેગા કરવા સહેલા છે પણ તેનું દાન કરવું અઘરું છે. જો કે દુનિયામાં એવા પણ વ્યક્તિ બની ગયાં છે જેમણે પોતાની સંપતિ બીજાને માટે ખર્ચી દીધી છે, ત્યાં સુધી કે તે ધનવાન પાયમાલ થઈ ગયા.
આજે આપણે એવાં એક સમૃદ્ધિવાન રાજા તરીકે ઈતિહાસમાં અમર થઈ ગયાં. આ રાજા એટલે મનસા મુસા. આ મુસા એટલો તો અમીર હતો કે તે એક દિવસમાં મુકેશ અંબાણીની કુલ પ્રોપર્ટી કરતાં પણ વધુ દાન કરતો હતો! જો કે આ કારણે તે અને તેનો દેશ બન્ને કંગાળ થઈ ગયા હતા. રાજા મુસાનો જન્મ 1280માં રાજવી પરિવારમાં થયો હતો. મુસા નાનો ભાઈ હતો, જયારે તેનો મોટોભાઈ એક અભિયાનમાંથી પાછો ન આવ્યો તો તેને વારસામાં સામ્રાજય મળ્યું હતું.
મુસા માલી દેશનો રાજા હતો. એ સમયે માલી દેશ પાસે દુનિયાનું અડધુ સોનું હતું. આથી દિલનો ઉદાર મૂસા લોકોને સોનાનું દાન કરતો હતો. એકવાર રાજા મુસા હજ યાત્રાએ નીકળ્યો હતો. કહેવાય છે કે આ યાત્રા દરમિયાન રસ્તામાં તેણે ખૂબ સોનાનું દાન કર્યું હતું. આવું આજના સમયમાં કોઈ ના કરી શકે. તેને પોતાની સંપત્તિ બીજાનાં માટે જ વાપરી છે, ક્યારેય પણ તેને આ માયાનો મોહ ન લાગ્યો. કહેવાય છે ને કે, દરેક વસ્તુઓ અંત નક્કી હોય છે. જેવી રીતે દાનવીર કર્ણનો પણ અંત આવ્યો તેમ મુસાની દાનવીરતાનો અંત આવ્યો.
વધુ પડતું દાન કરવાને કારણે મિસર ની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ. મુસાના સોનાના દાનના કારણે સોનાના દામ ઘટી ગયા હતા. આર્થિક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ રાજા મુસાએ તેની જિંદગીમાં એટલું તો દાન કર્યું કે અનેક લોકોની જિંદગી સુધરી ગઈ પણ તે ખુદ અને તેનો દેશ પાયમાલ થઈ ગયા હતા.