Gujarat

મુકેશ અંબાણી દ્વારા કોરોનાની મહામારીમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલની ભેટ આપી.

હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં સૌ કોઈ સેવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કોરોનાની મહામારીમાં ઓક્સિજન પૂરું પાડી રહ્યું છે ત્યારે મુકેશ અંબાણી ફરી એકવાર કોરોનામાં એવી સેવા પૂરી પાડી છે જેના લીધે સૌ કોઈ ચોકી ગયા છે અને ખરેખર સરકાર કરતા પણ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે.

મુકેશ અંબાણી એ કોરોનાની મહામારીમાં પ્રજાજનોની રક્ષા કરવા માટે 1000 બેડનું કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે હાલમાં જ આજે પરિમલ નથવાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સાત સપ્તાહ માં જ 400 બેડ સાથે આ સેન્ટર શરૂ કરવામાં આવશે. ખરેખર આ એક સહાનિય કાર્ય કરી રહ્યા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ સેવા ટૂંક સમયમાં જ ચાલુ થઈ જશે.

ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથે વાતચીત કરીને જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જે અનુસંધાને તુરંત જ પ્રતિસાદ મળતા ૪૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ આગામી રવિવાર સુધીમાં કાર્યરત કરી આપવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને મુખ્યપ્રધાન સમક્ષ તત્પરતા દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!