Gujarat

મેઘરાજા નુ ધમાકેદાર આગમન ! જાણો આજે કયાં જીલ્લા જોરદાર વરસાદ થયો

ચોમાસાની શરુવાત મા જ મુંબઈ મા મેઘરાજા એ તોફાની બેટિંગ કરી હતી અને ગુજરાત મા પણ આજે મેઘરાજા નુ ધમાકેદાર આગમન થયું હતુ. હવામાન ખાતા ની આગાહી અનુસાર ગુજરાત ના દરીયાકાઠા વાળા વિસ્તાર તારીખ 17 થી 20 જુન સુધી વરસાદ ની આગાહી છે.

આ આગાહી આજા સાચી પડતી જણાઈ રહી છે ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા આજે જોરદાર વરસાદ વરસ્યો હતો જેમાં રાજકોટ શહેર મા સવાર થી વરસાદી વાતાવરણ બન્યુ હતુ અને રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત અમદાવાદ મા પણ ગઈકાલે રાત્રે મેઘરાજા નુ જોરદાર આગમન થયુ હતુ અને વિવિધ વિસ્તારો મા વરસાદ આવ્યો હતો જયારે વલસાડ મા 3 કલાંક મા જોરદાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો અને ભાવનગર મા પણ બપોરે 3 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને વિવિધ વિસ્તારો મા વરસાદ પડયો હતો.

આ વર્ષે મેઘરાજા ની સારુ એવુ આગમન થતા ખેડૂતો ને વાવણી લાયક વરસાદ ઘણા જીલ્લા મા થયો હવાથી ખેડુતો ગેલ મા આવી ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!