મેચ મા રાહુલ દ્રવિડે 12 મા ખેલાડી ના હાથે ટીમ ને એક ચીઠ્ઠી મોકલી, જાણો શુ હતુ..

હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રી લંકાના પ્રવાસે છે અને વન ડે સીરીઝ જીત્યા બાદ ટી20 ની સિરીઝ મા પ્રથમ મેચ ભારતે જીતી હતી જ્યારે બીજી મેચ મા ભારત ના ઘણા ખેલાડી ઓ ફેરબદલ કર્યા હતા નવા ચેહરાઓ ને સ્થાન આપ્યુ હતુ અને મેચ રોમાંચક બની હતી અને ભારતે હાર નો સામનો કરવો પડ્યો હતો. મેચ મા ધવન કેપ્ટન અને રાહુલ દ્રવિડ મુખ્ય કોચ છે.

રાહુલ દ્રવિડે મેચ દરમ્યાન 12 મા ખેલાડી ના હાથે ટીમ ના ખેલાડી પાસે એક ચીઠ્ઠી મોકલી હતી જે ઘણો ચર્ચા નો વિષય બન્યો હતો આવું રાહુલ દ્રવિડે 18મી ઓવર ખતમ થયા પછી કર્યું હતું. જ્યારે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટ પર 113 રન હતો અને વરસાદે બાધા પાડી હતી. ત્યાર પછી અંપાયર્સે બેલ્સ હટાવી દીધી અને પિચને ગ્રાઉન્ડમેને કવર કરી દીધી. જોકે વરસાદ જલદી રોકાઇ ગયો અને ઓવર્સ ઓછી કર્યા વિના રમત શરૂ થઇ ગઇ.

આ નાના બ્રેક દરમ્યાન ભારત ના 12 મા ખેલાડી સંદીપ ના હાથે જે ચીઠ્ઠી મોકલી હતી આ ચિઠ્ઠીથી દ્રવિડે કદાચ ટીમને મેસેજ પહોંચાડ્યો હતો કે જો વરસાદના કારણે મેચ ન થઇ શકે તો ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 18 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર કેટલો થવો જોઇએ.

18 ઓવર પછી શ્રીલંકા ટાર્ગેટથી 3 રન પાછળ હતું. પણ થોડી જ વારમાં મેચ શરૂ થઇ ગઇ અને ઓવર્સમાં કોઇ ફેરફાર થયો નહીં. ધનંજય ડિ સિલ્વા અને ચામિકા કરુણારત્નેએ ટીમને 4 બોલ પહેલા જ જીત અપાવી દીધી. સિલ્વાએ 34 બોલ પર 40 રન અને કરુણારત્નેએ 6 બોલ પર અણનમ 12 રન કર્યા હતા. આ પહેલા ભારતે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ પર 132 બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને સૌથી વધુ 40 રન બનાવ્યા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *