યુવક અને યુવતી કર્યા સૌથી અનોખા લગ્ન! કોરોના કહેર બધું બદલી નાખ્યું.
હાલની પરિસ્થિતિમાં સૌ કોઈ જજુમી રહ્યું છે, ત્યારે અનેક એવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કે, લગ્ન અને મરણ જેવા પ્રસંગમાં પણ લોકોને જવાની છૂટ નથી મળતી છતાં પણ લોકો પોતાની વ્યવસ્થા કરીને પોતાનો પ્રસંગ ઉજવી રહ્યા છે, હાલમાં જ એક યુવક અને યુવતીએ પોતાના લગ્ન ખૂબ જ નોખી રીતે કર્યા.
કેરળના અલપ્પુઝામાં રહેતી અભિરામી નામની યુવતીને કોરોના મહામારી પણ શુભ મુહૂર્તમાં લગ્ન કરતા રોકી ન શકી. તેણે પોતાના કોરોના પોઝિટિવ દુલ્હા સાથે પારંપરિક કપડાંને બદલે પીપીઈ કિટ પહેરીને હોસ્પિટલમાં લગ્ન કર્યા. લગ્ન માટે હોસ્પિટલના કોવિડ વોર્ડને મેરેજ હોલમાં ફેરવી દેવાયો કોરોના વોર્ડમાં રહેલા દર્દીઓ, કર્મચારીઓ અને હોસ્પિટલના અન્ય લોકો આ લગ્નના સાક્ષી બન્યા.
પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે, ખાડી દેશમાં કામ કરનારો કેરળના કૈનાકારીનો રહેવાસી સરતમોન લગ્ન માટે પોતાના વતનમાં આવ્યો હતો. કેરળ આવ્યા બાદ તે આઈસોલેટ થઈ ગયો હતો. શરૂઆતના 10 દિવસમાં તેને સંક્રમણના લક્ષણ ન હતા, પરંતુ સરતમોન અને તેની માતાને બુધવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તે પછી તેમનો રિપોર્ટ કરાવાયો તો બંને સંક્રમિત હોવાનું જણાયું હતું. તે પછી બંનેને અલાપ્પુઝા કોલેજમાં કોવિડ વોર્ડમાં એડમિટ કરાવાયા હતા. જોકે, મા-દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સૌ કોઈને લગ્નની ચિંતા થવા લાગી. કેમકે, 25 એપ્રિલે લગ્ન નિર્ધારિત કરાયા હતા.