Gujarat

યુવક ને ડુબતો જોઈ લોકો વિડીઓ ઉતારતા રહયા પરંતુ પોલીસ કોન્સ્ટેબલે ઘનશ્યામસિંહ એ જે કર્યુ એ જાણી સલામ કરશો

હાલ ના સમય મા અનેક એવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે જેમાં લોકો આત્મહત્યા કરી જીવન ટુંકાવી રહ્યા છે તેવુ મુખ્ય કારણ કોરોના ના કારણે લોકો ની માનસીક સ્થિતી ખરાબ થય રહી છે અને સાથે વધતી મોંઘવારી અને બેરોજગારી પણ છે. ત્યારે આવા જ એક આત્મહત્યા નો પ્રયાસ કરનાર વ્યક્તિ ને બચાવવા માટે ACB ના નિયામકત ના કમાન્ડો એ જે કર્યુ છે તે જાણી ને સલામ કરશો.

હાલ ના સમય મા જો કોઈ પાણી મા ડૂબતું હોય તો બચાવવા કરતા લોકો ને વિડીઓ ઉતારવા મા વધારે રસ હોય છે ત્યારે ગઈ કાલે એવો જ એક બનાવ બન્યો જેમાં ઘનશ્યામસિંહ જાડેજા કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેવો ગઈકાલે પોતાના 8 વર્ષ ના પુત્ર ની સારવાર કરી ભાટ ગામે થી આવતા હતા ત્યારે કેનાલ પાસે લોકો નુ ટોળુ હતુ તે જોઈને ત્યા પહોંચ્યા હતા તો જોયું કે કોઈ વ્યક્તિ કેનાલ મા ડુબી રહ્યો છે અને લોકો તેનો વિડીઓ બનાવી રહ્યા છે.

ત્યાર ઘનશ્યામસિંહ આ દૃશય જોઈને ચોકી ગયા હતા અને તેણે સમય સુચકતા અને કોઠા સુજ દાખવી ને પોતાની ગાડી માથી પકડ કાઢી ને કેનાલ ફરતે જે ફેન્સીંગ હતુ તેના તાર કાપી નાખ્યા હતા. અને ટોળા માથી અન્ય બે લોકો ની મદદ લઈ ને ડુબતા વ્યકતી ને બહાર કાઠયો હતો ત્યારે બાદ તેને છાતીમાં ભાગમાં પંપીગ કર્યુ હતુ અને વધુ સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ જ્યારે ઘનશ્યામસિંહ પોતાના દિકરા ને ઘરે મુકી પાછા જઈ રહ્યા હતા ત્યારે કેનાલ પાસે ફરી ટોળુ જોયુ તો ત્યા પહોંચ્યા હતા. તો જોયું કે અગાઉ જે સવારે 12 વાગે બનાવ બન્યો હતો અને જે તારનો ઉપયોગ કરી ઘનશ્યામસિંહએ યુવકને બચાવ્યો હતો તે જ તારની મદદથી લોકોએ બીજી કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા કેનાલમાં પડ્યા હતા તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેથી ઘનશ્યામસિંહ તે વ્યક્તિને બહાર કાઢવા મદદે આવી પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!