યુવતી પોતાના લગ્નમાં મહેમાનોને તુલસી અને ગિલોયનાં છોડ ભેટમાં આપ્યા તો લોકો એ કહ્યું આવું…
આપણે સૌ કોઈ જાણીએ છે કે ,હાલના સમયમાં લગ્ન નો રિવાજ ટુંકો અને સાદગી પૂર્ણ થઈ ગયો છે. કારણ કે આજના સમયને અનુરૂપ વ્યવહાર જેટલા ટૂંકા એટલું જ વધુ સારું. આપણે જાણીએ છે કે, લગ્નને લઈને સૌ કોઈ અલગ જ રીતે લગ્ન સમારોહ યોજે છે, ત્યારે હાલમાં જ એક પરિવારે પોતાની દીકરીનાં લગ્ન ખૂબ જ અનોખી રીતે કર્યા હતા અને જાનમાં અને લગ્નમાં પધારેલ મહેમાનોને ખાસ ગિફ્ટ આપી હતી.
રાજસ્થાનની દુલ્હનનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય પરિવારમાંથી આવતી દુલ્હન મોનિકા જાંગિડે તેના અનોખા લગ્નમાં પર્યાવરણનું ધ્યાન રાખતા દરેક માટે પ્રેરણાદાયી બની છે.કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. શ્રી કલ્પતરુ સંસ્થાના ‘ધ જયપુર ગાર્ડનર’ અભિયાનને છેલ્લા 7 વર્ષોથી સંચાલન કરી રહેલી વોલેન્ટિયર મોનિકાએ લગ્નમાં હાજર 31 મહેમાનોને તુલસી અને ગિલોયના છોડ પણ ગિફ્ટ કરવામાં આવ્યા છે.
છોડ તૈયાર કરવા માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ પૂજા માટે લાવવામાં આવેલા નાળિયેરની કાચલીનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો. જાનમાં વરરાજા સહિત માત્ર 11 લોકો આવ્યા હતા અને કોરોનાકાળમાં આ અનોખા લગ્નમાં કુલ 31 મહેમાન સામેલ થયા હતા. ખરેખર આ લગ્ન સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે અને સૌ કોઈ આ પર્યાવરણને બચાવવાનો અનોખો સંદેશ આપનાર આ લગ્ન સૌ માટે યાદગાર બનશે.
મોનિકા જાંગિડ લાંબા સમયથી સમાજ સેવામાં સક્રિય છે. પોતાના લગ્ન પહેલા પણ તેણે પોતાના હાથેથી તૈયાર કરેલા માસ્ક લોકોમાં વહેંચ્યા હતા. કોરોનાકાળમાં પોતાના અનોખા લગ્નથી તેણે ન માત્ર બધાને ઈમ્પ્રેસ કરી દીધા છે, પરંતુ એક મિસાલ પણ કાયમ કરી છે.આમ પણ તુલસીનો છોડ અતિ પવિત્ર છે તેમજ ગુણકારી પણ ખરો. સાથોસાતગ ગિલોય આયુર્વેદમાં ઉત્તમ ઔષધી સમાન છે જેનાથી અનેક રોગો નાબુદ થઈ શકે છે, અત્યાર સુધી લગ્નમાં માત્ર મીઠાઈ ઉપહાર આપવામાં આવતા પરતું હવે એક નવી પહેલ શરૂ થશે