રક્ષાબંધન પહેલા જ ચાર ભાઈઓ વચ્ચે એક લાડકી બહેનને ગુમાવી! શંકાપ્રદ મોત નાં લીધે સસરપક્ષ સામે આરોપ.

હાલના સમયમાં જ્યાં જુઓ ત્યાં દહેજ ન લીધે અનેક યુવતિઓ ઉપર સાસરિયાવાળા દ્વારા ત્રાસ ગુજારવામાં આવે છે. ત્યારે આજે અમે એક એવી ઘટના વિશે જણાવીશું જેમાં ચાર ભાઈઓમાં સૌથી લાડકી એક ને એક બહેન નું શંકાપ્રદ મોત થયું છે, ત્યારે તેમના પરિજનોનું કહેવું છે કે, આ મુત્યુ પાછળ તેમના સસરાપક્ષનો જ હાથ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના રિવર પાર્ક સોસાયટીમાં પરિણીતાનું શંકાસ્પદ મોત નિપજતા ચારે ભાઈઓએ રક્ષાબંધન પહેલાં જ એકની એક બહેન ગુમાવી છે. સાસરિયાંઓ કામકાજને લઈ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સાથે બહેન ઘરે આવી હતી. યુપીમાં લગ્ન બાદ સુરતમાં દહેજ પેટે હોન્ડા કંપનીની કાર આપી હોવા છતાં બહેનને દહેજ ભૂખ્યા સાસરિયાંઓનો ત્રાસ અટક્યો ન હતો.

. લગ્ન બાદ સરિતા સુરત પોતાના સાસરિયામાં આવી હતી. ચાર દિવસ પહેલા સરિતાનો ફોન આવ્યો હતો. મને અહીંયાંથી લઈ જાઉં મારી નણંદ, સાસુ અને પતિ મને માનસિક હેરાનગતિ કરે છે. ભાઈને કહો મને લઈ જાય, ત્યારબાદ રામ પોતાની બહેન સરિતાને લઈ આવ્યા હતા અને સમજાવીને પરત મૂકી આવ્યા હતા.13મીની રાત્રે સરિતાની તબિયત ખરાબ છે એમ કહી સાસરિયાઓએ ફોન પર જાણ કરી હતી. ત્યારબાદ પરિચિત વ્યક્તિએ સરિતાને સિવિલ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. સિવિલ પહોંચતા સરિતાને મૃત જાહેર કરાઈ હતી.

એકને એક દીકરી ગુમાવતા પરિવારજનો પર આફત આવી ગઈ હતી.હાલમાં પરિવાર ઉપર શોકમય વાતાવરણ છવાઇ ગયું છે.હજુ રક્ષાબંધન થોડા દિવસો બાકી છે, ત્યાં જ ભાઈઓ પોતાની લાડકી બહેન ગુમાવી છે. આ માત્ર પહેલી ઘટના નથી જેમાં યુવતી દહેજ ન લીધે પોતાના પ્રાણ ગુમાવ્યા હોય. સમાજમાં અનેક જગ્યાએ રોજ આવા કિસ્સાઓ બનતા હોય છે. ખરેખર આપણે પૈસા ખાતર કોઈનો જીવ ન લેવો જોઈએ. મૃતક ની આત્મને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *