Health

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું લિસ્ટ, ખાદ્યપદાર્થનું લીસ્ટ, જાણો કઇ વસ્તુ ખાવી જોઈએ.

હાલમાં કોરોનાની મહામારીમાં અનેક સમસ્યાઓનું નિવારણ લાવવા તેમજ લોકોનાં આરોગ્યની કાળજી રાખવા માટે આયુષમંત્રાલય દ્વારા અનેક સલાહ સૂચનો તેમજ માર્ગદશન આપવામાં આવે છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે  એક ખાદ્યપદારર્થોની યાદી બહાર પાડવામાં આવી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે , સ્વાદ કે ગંધ ન આવવો એ કોરોનાનું લક્ષણ છે, તેમજ ક્યારેક ભુખ નાં લાગવી જેવા લક્ષણો જોવા મળે છે., “થોડાં-થોડા સમયે નરમ ખોરાક લેવો અને ખોરાકમાં આમચૂરનો પાવડર શામેલ કરવો મહત્વપૂર્ણ છે.”ખાસ કરીને અત્યારે વિટામીન સી ખૂબ જ જરૂરી છે.પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજો મેળવવા માટે રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન.

ચિંતામાંથી છૂટકારો મેળવવા માટે, ઓછામાં ઓછી 70 ટકા કોકોની માત્રા ધરાવતી ડાર્ક ચોકલેટનું થોડુ સેવન કરવું. પ્રતિ રક્ષા વધારવા માટે હળદરનું દૂધ દિવસમાં એકવાર.થોડા થોડા સમયે નરમ ખોરાક ખાઓ અને ભોજનમાં આમચૂરનો ઉપયોગ કરો.

રાગી, ઓટ્સ જેવા આખા અનાજની ભલામણ કરવામાં આવે છે.ચિકન, માછલી, પનીર, સોયા અને બીજ જેવા પ્રોટીનના સારા સ્ત્રોતનું સેવન.અખરોટ, બદામ, ઓલિવ ઓઇલ અને સરસવનાં તેલ જેવા સ્વસ્થ ફેટનું સેવન. ખરેખર આ તમામ સૂચનોનું આપણે જરૂર પાલન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!