લગ્ન ના ત્રીજા દિવસે કોરોના પોઝિટીવ આવ્યો અને થયુ અઠવાડીયા મા મૃત્યુ
દેશ મા કોરોના ની બીજી લહેર હજી પુરી નથી થય તેવુ લાગી રહ્યુ છે અનેક રાજ્યો મા હજી કોરોના નો કહેર ચાલુ જ છે ઘણી ઘટના ઓ એવી બને જે જાણી ને ઘણુ દુખ થાય છે એવી જ એક ઘટના મધ્ય પ્રદેશ મા બની હતી.
જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના રામગઢ જીલ્લા મા પચોર મા રહેતા 25 વર્ષિય અજય શર્મા ના લગ્ન કોવિડ પ્રોટોકોલ પ્રમાણે એક મંદિરમા થયા હતા. આ પ્રસંગે ખૂબ ઓછા લોકો હાજર રહ્યાં હતા તેમ છતાં પણ તેને લગ્નમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો 29 એપ્રિલે કોરોના નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમની માતા નો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અજય ની હાલત બગડતાછે ભોપાલ ની હોસ્પીટલ મા તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.
ચોંકાવનારી વાત એ છે કે અજય ના લગ્ન મા કોરોના બાબત ની તમામ સાવચેતી રાખ્યા બાદ પણ તેને કોરોના નો ચેપ લાગ્યો હતો અને મૃત્યુ થયુ હતુ.