લોકડાઉન દરમિયાન ભારતીયોએ જાણો કેટલા ટન સોનુ ખરીધુ.
આમ પણ કહેવાય છે ને કે, રોકાણ કરવા માટે સૌથી વધારે જો સુરક્ષિત અને ભવિષ્યમાં બચતનું સાધન બની શકે તો તે છે સોનુ અને હાલમાં સૌ કોઈ જાણે છે કે, લોકડાઉન સમયમાં અને પહેલા સોનાં ભાવમાં સતત વધારો અને ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે હાલમાં જ 2 મહિના પહેલા 9000 થી વધુ રૂપિયા સોનાનો ભાવ ઘટ્યો છે અને એક સમયે 60000 થી વધુ સોનાનો ભાવ હતો. ત્યારે આવા લોકડાઉન કપરા સમયમાં ભારતીયો કેટલા ટન સોનુ ખરીધુ એ જાણીને ચોંકી જશો.
ત્રણ મહિના ગાળામાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ 37 ટકા જેટલી વધીને 140 ટન પર પહોંચી ગઇ છે. આ સમયગાળામાં કોવિડ 19ના પગલાંથી મળેલી રાહત અને સોનાના ભાવ ઘટવાને કારણે માગમાં ઉછાળો જોવા મળ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC)એ વાત ગુરુવારે કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2020મા પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુ.-માર્ચ)માં સોનાની માગ 102 ટન હતી.
વૈશ્વિક સ્તરે સોનાના રોકાણની વાત કરીએ તો જાન્યુઆરી- માર્ચ 2021માં સોનામાં રોકાણની માંગમાં 71 ટકા જેટલું મસમોટું ગાબડું પડયું છે. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામા ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 161.6 ટન રહી જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાલામાં 549.6 ટન હતી.ભારતમાં સોનાની માગ વધવા પાછળનું કારણ એવું છે કે આજે પણ લોકો ગોલ્ડને સલામત રોકાણ તરીકે સમજે છે.