લોકપ્રિયકલાકાર ભવ્યગાંધી ( ટપુ ) ના પિતાનું કોરોના લીધે થયું નિધન! છેલ્લા 10 દિવસ બીમાર હતા.
ખરેખર કોરોના ન લીધે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેમાં અનેક રાજનેતાઓ કલાકારો તેમજ કલાકારને સ્વજનોનો પણ કોરોનાઈ ભોગ લીધો છે, ત્યારે હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે, તમને પણ જાણીને દુઃખ થશે કે તારક મહેતા સિરિયલનાં લોકપ્રિય કલાકાર ભવ્ય ગાંધી પર કોરોનાનો કહેર વર્તાયો અને આનાં લીધે તેમના પિતાનું 10 દિવસ સુધી કોરોનાની જગ લડ્યા પરતું આખરે આજે તેમનું દુઃખદ નિધન થયું.
ખરેખર ટીવી ઈન્ડસ્ટ્રી તેમજ ભવ્યગાંધીનાં પરિવારમાં દુઃખ છવાઈ ગયું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, તેને ટપુ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી તેંમજ ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને આજે જે પણ કઈ સફળતા મેળવી તેનો શ્રેય તે માતાપિતાને આપે છે અને આજે ભગવાને તેના પિતાને છીનવી લીધા ત્યારે દુઃખ નાં ડુંગર પડ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઘણાં સમય થી તેમના પિતાજી બીમાર હતા અને આજ કારણે ગોગી એટલે કે સમય શાહની બેનના લગ્નમાં તેઓ હાજરી આપી ન શક્યા હતા પરંતુ આખરે વિધાતા એ જે લખ્યું તે જ થયું અને તેમનું મૃત્યુ થયું ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના કરીએ. ભવ્ય અને તેમના પરિવારને આ દુઃખ સામે લડવા માટે બળ આપે.