વરસાદ ની આગાહી : ગુજરાત ના આ જીલ્લા મા વરસાદી માહોલ જામશે
ગુજરાત મા ઝડપ થી ચોમાસું આગળ વધી રહ્યુ છે ગઈ કાલે રાત્રે અમદાવાદ અને ગુજરાત ના અન્ય જીલ્લા ઓ મા સારોએવો વરસાદ વરસી ગયો હતો અને હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ ની આગાહી કરવામા આવી છે.
આગામી 17 થી 20 જુન વચ્ચે વરસાદ ની આગાહી કરવામા આવી છે અને ચોમાસું પ્રબળ બનશે, ગુજરાત ના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં મા સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગઈ કાલે અમદાવાદ શહેર મા વરસાદ પડતા અમુક જગ્યા એ પાણી પણ ભરાયા હતા અને આગામી દીવસો મા જુન મહિના ના અંત સુધી સમગ્ર ગુજરાત મા ચોમાસુ બેસી જશે આ ઉપરાંત. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.