Health

વારંવાર થતા માથાનો દુખાવો એટલે આધાશીશી બીમારીને ઘરેલુ ઉપચાર થી દુર કરો.

આ રોગ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.તો પણ એવું માનવામાં આવે છે કેઃમગજમાં દુઃખાવાનું નિયંત્રણ કરતાં કેન્દ્રો ( Trigeminal Vascular System ), કે જે મગજમાં લોહી પહોંચાડતી નળીઓના સંકોચન અને ફુલાવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે, તેમાં રસાયણ અને તરંગોની અસ્થિરતાઊભી થવાને કારણે આધાશીશી થાય છે.

આધાશીશીના લક્ષણો-માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.સબાકા / સણકા / લબકારા થાય.પ્રકાશ અને અવાજ સહન ન થાય.દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે.ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરે.

આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે. દ્વાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.

સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્‍ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.માથું દુખતું હોય તો કપાળે ચોખ્‍ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઊતરે છે.

એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને, પીવાથી, તેનો વાક (નાસ) લેવાથી માથાનો દુઃખાવો મટે છે.ઠડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩/૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.

નોંધ-આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!