વિજય સુંવાળા બાદ ભાજપના પૂર્વ નેતા નરોત્તમ પટેલ અને કપડવંજના અપક્ષ કોર્પોરેટર ‘આપ’ માં જોડાયા
આમ આદમી પાર્ટી 2022 ની વિધાનસભા ની ચુંટણી મા જોરશોર થી આગળ વધી રહી છે તેવુ લાગી રહ્યુ છે. ગઈ કાલે મહિપતસિંહ ચૌહાણ અને વિજય સુવાળા આમ આદમી પાર્ટી મા જોડાયા હતા અને હવે નરોત્તમ પટેલ અને કપડવંજના અપક્ષ કોર્પોરેટર ‘આપ’ માં જોડાયા છે.
ખેડા જિલ્લાના પૂર્વ ભાજપના નેતા નરોત્તમ પટેલ તથા કપડવંજના અપક્ષ કોર્પોરેટર મનુભાઈ પટેલ ‘આપ’માં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદ મા આમ આદમી પાર્ટી એ ડોક્ટર ઓન કોલ્સ કાર્યક્રમ અંગેની જાહેરાત કરી હતી. કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાન મા રાખી આમ આદમી પાર્ટી એ આયોજન કર્યુ હતુ જેમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ડોકટર સેલની ટીમ ઓન કોલ સારવાર અંગે માહિતી આપશે. જેના માટે 7900094242 નંબર જાહેર કરવામાં આવ્યો છે
ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે.
વિજય સુંવાળા એ જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.