વિવાન ના પિતા અશોકભાઈ મીડીયા સમક્ષ ધૃસકે ને ધૃસકે રડી પડયા અને કહ્યુ કે…

આજે સવારે એક દુખ દ સમાચાર સામે આવેલા જેમાં વિવાન વાઠેર નુ અવસાન થયુ હતુ. ચાર મહિના ના વિવાન વાઠેર નુ અવસાન થતા ગુજરાત ભર મા દુખ ની લાગણી વ્યાપી ગઈ હતી અને લોકો એ તેમના માતા પિતા ને આશ્વાસન આપ્યુ હતુ.

વીવાન નુ અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ (Sola civil hospital) ખાતે વિવાનનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. જે બાળક માટે ગુજરાતના લોકો રૂપિયા 16 કરોડનું ફંડ એકઠું કરવા માટે રસ્તા પર આવ્યા હતા તેવા વિવાનના અચાનક નિધનથી બાળકના પરિવારજનો જ નહીં પરંતુ તમામ લોકો દુઃખી છે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા “મિશન વિવાન” નો પણ દુઃખદ અંત આવ્યો છે.

વિવાન ના મૃત્યુ બાદ આજે બપોરે વિવાન ના માતા પિતા અને પરીવારજનો મીડીયા સમક્ષ આવ્યા હતા અને વિવાન ના પિતા મીડીયા સમક્ષ ધૃસકે ને ધૃસકે રડી પડયા હતા. અને તેમને પત્રકાર મિત્રો અને મીડીયા અને સોસિયલ મિડીઆ નો અને મદદ કરનાર તમામ લોકો નો આભાર માન્યો હતો. અને અનેક સેવાભાવી યુવાનો અને સંગઠન નો પણ આભાર વક્ત કર્યો હતો.

આ ઉપરાંત મહેશભાઈ વાઠેરે જમાવ્યું હતુ કે આવનારા દિવસો મા વિવાન ના નામ પર ટ્રસ્ટ ખોલવામાં આવશે જેથી વાવાન જેવા બાળકો ને મદદ કરી શકાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *