India

વેક્સિન લેનાર માટે સ્પર્ધાઃ મળશે 5000 રૂપિયાનો પુરસ્કાર…

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એક મોટો તફાવત છે કે આ વખતે દેશ પાસે કોરોના વાયરસની વેક્સિન છે. એવામાં લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન મળે તે માટે સરકાર નીતનવી પદ્ધતિ અપનાવી છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સખત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને ગઈકાલે 3500 થી વધારે કેસો નોંધાયા હતા. કોરોનાનો આ નવો વેરિયન્ટ એટલો ખતરનાક છે કે, અગાઉના કોરોના કરતા 5 ગણો વધારે ઝડપથી ફેલાય છે. ભારત દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતમાં રોજ US કરતા પણ વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ રહી છે.

જો કે, હજી કેટલાય એવા લોકો છે કે, જે કોરોના વેક્સિન નથી લેતા. ત્યારે આ લોકોને પ્રોત્સાહન મળે તે માટે અને ભારતમાં વેક્સિનેશનના કાર્યને વેગ આપવા માટે સરકાર ઉપહાર આપશે. રસીકરણ સાથે સરકાર દ્વારા એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી વેક્સિનનો ડોઝ લેનારા લોકોને 5000 રૂપિયા આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે, જે વ્યક્તિએ રસી લીધી હોય તે વ્યક્તિ ઓનલાઈન એન્ટ્રી કરાવી શકશે અને જો બાદમાં તમારી પસંદગી થઈ જાય તો સરકાર તરફથી તમને 5000 રૂપિયા આપવામાં આવશે.

સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેશો?

  • સ્પર્ધામાં ભાગ લેવા માટે Mygov પર રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાં માગેલી વિગતો ભરો. બાદમાં સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે.
  • દર મહિને 10 લોકોની પસંદગી થશે.
  • આ લોકોને 5000 રૂપિયા આપવામાં આવશે.
  • MYgov દ્વારા આધિકારિક ટ્વિટમાં સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવી છે.
  • સ્પર્ધા આ વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!