શરદી ને એક જટકા મા મટાડવા માટે સૌથી ઉત્તમ વાનંગી સેવ ઉસળ બનાવવાની રીત
કોરોના કાળ મા સૌથી પહેલું લક્ષણ જો કોઈ હોય તો એ શરદી છે અને જે લોકો ને ખબર હશે કે સેવ ઉસળ શુ છે એ લોકો ને એ પણ ખબર હશે કે તે કેટલુ સ્વાદિષ્ટ અને હેલ્થ ઉપયોગી પણ છે. ભાવનગર ટારગેટ નુ સેવ ઉસળ ઘણુ સ્વાદિષ્ટ અને ફેમસ છે અને શરદી ઉધર મટાડવા માટે પણ ઘણુ ફાયદાકારક છે તેમા રહેલી ઠુળળી મગ અને અન્ય કઠોળ શરીર માટે ઘણુ ફાયદાકારક છે તો ચાલો જોઈએ આપણે સેવ ઉસળ બનાવવાની રીત.
ચાર પાચ વકતિ માટે ની સામગ્રી:-
૨ કપ સૂકા વટાણા
૧ કપ બાફેલા બટાકા
૧/૨ કપ સમારેલા ટામેટાં
૧ ડુંગળી ઝીણી સમારેલી
૨ લીલા મરચાં
ચપટી હીંગ
૧/૨ ચમચી જીરુ
૧/૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૨ ચમચી ધાણાજીરું
૧ ચમચી ગરમ મસાલો
૧/૨ લીંબુ
કોથમીર સમારેલી
મીઠું સ્વાદ મુજબ
૧ ચમચો તેલ
ગળી ચટણી
તીખી (લીલી) ચટણી
ઝીણી સેવ અથવા ઝીણા ગાંઠીયા
બનાવવાની રીત :-
1. સૌ પ્રથમ ૨ કપ સૂકા વટાણા ને પાણી મા ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માં ૫ સીટી એ બાફી લેવા.
2. હવે એક કઢાઈ માં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ, ૨ લીલા મરચાં સમારેલા, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.
3. હવે તેમા મસાલા ઉમેરવા, ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ ઉમેરી હલાવવું.
4 હવે તેમા બાફેલા વટાણા અને ૧ કપ બાફેલા બટાકા ઝીણા સમારી ને નાખો, બરાબર હલાવવું, ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાખીને થોડી વાર ધીમા તાપે રહેવા દો.
5 હવે તેમા લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દો. આપણું ઉસળ તૈયાર છે, હવે તેને એક બાઉલ માં કાઢી લો. શરૂ કરો
6 ઉસળ ને ગાર્નીસ કરીશું, થોડી સમારેલી ડુંગળી, થોડા સમારેલા ટામેટાં, ગળી ચટણી, લીલી (તીખી) ચટણી, કોથમીર અને ઉપર થી થોડી ઝીણી સેવ અથવા ઝીણા ગાંઠીયા નાખવા. આપણું સ્વાદિષ્ટ સેવ ઉસળ તૈયાર છે પીરસવા માટે.