Health

શરીરની નબળાઈ દુર કરવા આયુર્વેદિક ઉપચાર અપનાવો! અશક્તિ દૂર થશે.

હાલમાં પરિસ્થિતિ એટલો વિકટ સર્જાય છે કે, કોરોનાની સાથો સાથ બીજાં અનેક વાયરસ આવી ગયા છે, જેમાં હાલમાં આપણું સ્વાસ્થ્ય ની ખાસ તકેદારી રાખવી જોઈએ.
આજે અમે આપને જણાવીશું કે કંઈ રીતે તમે અશક્તિને દૂર કરી શકો છો. ઘણાં લોકોને હાલમાં ખાસ કરીને મોટી ઉંમરમાં તેમજ કોરોના થયા બાદ કે વાયરલ ઇન્ફેક્શન થયા બાદ અશક્તિ અનુભવાય છે.

આજે અમે આપને જણાવીશું આયુર્વેદ દ્વારા તને કંઈ રીતે તમારા શરીરની નબળાઈ દૂર કરી શકો છો. હાલનો સમય એવો છે, કે દવાઓ કરતા ઘરેલુ ઉપચાર તેમજ ઔષધિઓ દ્વારા શરીર વધુ સ્વસ્થ બને છે.

ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.જમ્‍યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.

ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્‍કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.સફેદ કાંદો ચોખ્‍ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.

મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છેએક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.દૂધમાં બદામ, પીસ્‍તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.

ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે. ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્‍ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્‍તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!