Health

શરીરને સ્વસ્થ રાખવા આ બાબતનું ધ્યાન રાખો! તમારું સ્વાસ્થ્ય સલમાત રહેશે.

હાલમાં કોરોના મહામારીમાં શરીરની ધ્યાન રાખવું જરૂરી છે, ત્યારે શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે. જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેમ શરીર ને સ્વસ્થ રાખવા માટે શરીર ને જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો પણ એટલું જ જરૂરી છે. આજના મોર્ડન વર્લ્ડમાં લોકો બધીજ ફેન્સી ફૂડ પ્રોડક્ટ પર ક્રેઝી થઈ રહ્યા છે પણ ઘણી વખત તેમને પૂરતું પોષણ મળતું નથી. જો દરેક માણસ જાગૃતતાથી બધી વસ્તુ માં પોષણ શોધવા લાગે તો નાની મોટી તકલીફોથી બચી શકે છે. અને રોજિંદા આહારમાં જો બધી પોષ્ટિક વસ્તુઓ લેવામાં ધ્યાન રાખે તો ઘણી બીમારીઓ થી દૂર રહી શકાય છે

આમ જોવા જઇએ તો આહાર એ જ ઔષધ છે. પુરાતન કાળથી જોવામાં આવે છે કે આપણા ખાવા પીવાની વસ્તુઓમાંથી આપણે કેટલીક વસ્તુઓ દવાની જેમ વાપરીએ છીએ. દરેક વસ્તુના પોતાના ગુણ હોય છે જો એ સમજીને આપણે તેનો વપરાશ કરીએ તો વધારે દવાઓ લેવી પડે નહિ.

આહાર એટલે આપણા શરીરને ચલાવવા માટેનું જરૂરી પદાર્થ છે. આહાર ઘણી બધી વસ્તુઓથી બને છે. શરીરના પોષણ માટે આપણે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ બધાની જરૂર પડે છે. અને આ બધી વસ્તુઓ આપણને અલગ અલગ ખાવાની વસ્તુઓ માંથી મળે છે.એવું કહેવાય છે કે ખોરાક એ એક સેન્ય છે જે ભેગા મળીને આપણા શરીરની રક્ષા કરે છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!