GujaratReligious

શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખે કળિયુગના અંતની આ ભવિષ્યવાણી કરી! જાણો માનવજીવન કેવું હશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું પાવન પર્વ આવી રહ્યું છે, ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છે કે,ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મની રક્ષા અર્થે અવતાર ધરીને પોતાના મામ કંસનો વધ કર્યો અને ત્યારબાદ જગતને જ્ઞાન આપવા માટે શ્રી કૃષ્ણ ભગવદ્દ ગીતા રૂપી જ્ઞાન આપ્યું. આજે અમે આપને એ વાત જણાવીશું જેમાં શ્રી કૃષ્ણ એ કલિયુગનો અંત થતા પહેલા એવી ભવિષ્યવાણી કરી જે આપણા સૌ માટે જાણવા જેવી છે.

એવું કહેવાય છે કે, ભગવાન બ્રહ્મા દેવ આ પૃથ્વીનો નાશ કરીને પૂર્ણ નિર્માણ કરશે ત્યારે ફરી એકવાર નવસર્જન થશે અને જ્યારે નવ સજર્ન થશે ત્યારે સોમનાથ મહાદેવ પ્રાણનાથ તરીકે પૂજાશે. આજે અમે આપને જણાવીશું ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વમુખે કરેલ કળિયુગના અંતની ભવિષ્યવાણી.

કળીયુગનો અંત સમય નજીક આવશે , ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની જ આવશે. અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હમેશાં લાગેલી રહેશે. મનુષ્યના શરીરમાં વિવિધ રોગ થઈ જશે, અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત રહી જશે.પાણીની અછતથી બધા વૃક્ષ-છોડ અને જીવ-જંતુનો નાશ થઈ જશે. અને કળીયુગનો પણ અંત થશે.

જયારે કળીયુગનો અંત આવતા માનવીના સંબંધ બહુ બધા ખરાબ થઈ જશે. પર સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા લાગશે. લોકોને લગ્ન કરવામાં કોઈ રુચિ નહિ રહે અને સંબંધોનો કોઈ અર્થ રહેશે નહિ.શ્રી કૃષ્ણ કહ્યું છે કે, કળીયુગનો અંત સમયમાં તીર્થ સ્થળ, ધર્મ અને પવિત્રતાના સ્થાનોનો સંપૂર્ણ નાશ થઈ જશે

દરેક જગ્યાએ અધર્મ અને પાપ થવા લાગશે. અને જે કંઈપણ ધર્મ સ્થાન રહેશે તે ફક્ત ઘન કમાવવાનું સાધન જ બની જશે.કળીયુગના અંતમાં ધર્મની જગ્યાએ અધર્મના પૂજા-પાઠ થવા લાગશે. ધર્મમાં માનવા વાળા લોકો પણ એકદમ નાસ્તિક બની જશે. અને સમગ્ર માનવ જાતિનો સંહાર થઈ જશે. લોકો એક બીજાના સ્વાર્થ માટે જ સંબંધો રાખશે. ખરેખર આ જગતના માનવતા મરી ઉઠશે અને લોકો એજબીજાના વેરી બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!