શ્વાસની બીમારી થી છુટકારો મેળવવા ઘરેલુ ઉપચાર.
હાલમાં કોરોનાની બીજી માહામારીમાં સૌથી ભયાનક જો કોઈ ઘટના હોય તો તે છે, ઓક્સિજનની સમસ્યા કારણ કે, ઘણા દર્દીઓ આ જ કારણે મરી રહ્યા છે. ત્યારે અમે આજે ઘરેલુ ઉપચાર દ્વારા તમને જણાવીશું કે તમે કંઈ રીતે ઘર બેઠા જ શ્વાસની તફલિક થી છુટકારો મેળવી શકો છો.
ખાસ કરીને મોટી ઉંમરનાં વ્યક્તિઓને આ સમસ્યા વધુ સતાવતી હોય છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ વસ્તુનું સેવન કરવાથી સરળતાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવશો.આપણાં ઘરમાં આદું તો હોય છે, અને શ્વાસની તફલિકમાં આદુ શ્રેષ્ઠ ઉપાય છે. તાજુ આદુ ખાવાથી કે આદુને ગરમ પાણીમાં નાખીને પીવાથી શ્વસન માર્ગના ચેપને લીધે શ્વાસ લેવામાં થતી મુશ્કેલીમાં પણ ઘટાડો થાય છે. શ્વસન માર્ગમાં ચેપ પેદા કરતા આરએસવી વાયરસ સામે લડવામાં આદુ અસરકારક છે.
આ સિવાય તમે અંજીરનું સેવન કરી શકો છો. અંજીરનું ભૂખ્યા પેટે સેવન કરવું કારણ કે તેનાથી કફની સમસ્યાથી છુટકારો મળશે. આ સિવાય તમે હળદર તથા મધનું જોડે સેવન કરી લેવામાં આવે તો તેમા હાજર એન્ટીઇન્ફ્લામેટરી તથા એન્ટી-એલર્જિક પોષકતત્વો કફની તકલીફથી મદદ અપાવે છે.
ખાસ કરીને લોકોને શ્વાસની તકલીફ હોય છે. શ્વાસની તકલીફ શારીરિક નબળાઇ અને એનિમિયાને કારણે પણ થાય છે. ઉંઘનો અભાવ પણ શ્વાસ લેવાનું એક મોટું કારણ છે. જે લોકો વધુ ધૂમ્રપાન કરે છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હોય છે.