Health

સંચળ થી આ ત્રણ બિમારી ઓ મા મળશે રાહત જાણો કઈ રીતે ઉપયોગ કરવો

સામાન્ય રીતે દરેક ઘરો ના રસોડા મા સંચળ હોય છે ઘણા લોકો તેને લાલ મિઠુ પણ કહે છે આયુર્વેદિક ની દ્રષ્ટીએ સંચળ ના અનેક લાભો છે અને ઉપયોગો છે તો ચાલો જાણીએ આ ખાસ બાબત.

સંચળ કોલેસ્ટરોલ, ડાયાબિટીઝ, હાઈ બીપી, ડિપ્રેશન અને પેટની તમામ સમસ્યાઓથી રાહત આપે છે. જો તમે અહીં આપેલી વિવિધ રીતે સંચળનો ઉપયોગ કરો છો તો તમે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાં સરળતાથી રાહત મેળવી શકો છો.  અને આપ નહી જાણતા હોય કે સંચળ મા 80 પ્રકાર ના ખનીજો હોય છે.

ગેસ ની સમસ્યા :- જે લોકો ને પાચન થવા મા તકલીફ હોય અને ગેસ થતો હોય તો રસોઈ બનાવતી વખતે સંચળ નાખવું જોઈએ. આ ઉપરાંત સલાડ મા ઉપર ભભરાવીને પણ સંચળ ખાઈ શકાય છે અને ગેસ થયો હોય ત્યારે કોપરના વાસણમાં સંચળ નાંખીને તેને ગેસ પર રાખીને ગરમ કરો અને હલાવો. તેનો રંગ બદલાઈ જશે. હવે ગેસ બંધ કરો અને એક ગ્લાસમાં અડધી ચમચી આ મિશ્રણ નાંખીને પીઓ. તમને રાહત મળશે.

અનિદ્રા અને ટેન્શન :- સંચળમા કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા બે ખતરનાક સેટ્રેસ હોર્મોન્સને તે ઘટાડે છે. અને તેથી તે એક સારી ઊંઘ લેવામા મદદ કરે છે. અને તમે ટેન્શન ફ્રી કે સ્ટ્રેસ ફી થય શકો છો.

સાંધા નો દુખવો :- જી હા સંચળ થી સાંધા ના દુખાવા મા રાહત મળે છે. સંચળ ને ગરમ કરો અને થોડો ઠરે બાદ તેની એક પોટલી બનાવો આ પોટલી થી દીવસ મા બે વાર શેક કરવો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!