સર્વરોગોની શ્રેષ્ઠ દવા એટલે હાસ્ય! જાણો હંસવાથી ક્યાં રોગોથી મુક્તિ મળે છે.
આજે હાસ્યદિવસ છે, ત્યારે ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય માટે હાસ્ય કેટલું ફાયદાકારક. લાફ્ટર ઇઝ ધી બેસ્ટ મેડિસિન. હાસ્ય ચેપી છે. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય – ઉધરસ, છીંક, બગાસાં કરતાં પણ વધારે ચેપી છે. હસતો માણસ સૌને ગમે. હાસ્યથી શરીરમાં પણ એવા ફેરફાર થાય છે. શક્તિ, ઉત્સાહ વધે છે. તમારી આંખોની ચમક અને ચામડીની ચુસ્તી વધે છે. તમારી ઇમ્યુનિટી એટલે રોગ-પ્રતિકારક શક્તિ વધે છે. ચેપી રોગો સામે રક્ષણ મળે છે. શરીરના દરેક પ્રકારના દુખાવા દૂર થાય છે. માનસિક તનાવ દૂર થાય છે. સૌથી વધારે અગત્યની વાત છે કે હાસ્યની દવા મફત છે. માનવી જો એનો સરસ રીતે ઉપયોગ કરે તો લાંબુ જીવે છે.
હાસ્ય તમારા આખા શરીરને શાંત (રીલેક્ષ) કરે છે : ફક્ત એક જ વખતનું ખુલ્લા દિલથી કરેલ હાસ્ય તમારો માનસિક તનાવ દૂર કરે છે. સ્નાયુ રીલેક્ષ થાય છે અને આ અસર ૪૦ મિનિટ સુધી રહે છે.
હાસ્યથી તમારી રોગ-પ્રતિકારક શક્તિ વધે છે : હાસ્યથી મગજમાં રહેલા સ્ટ્રેસ હોર્મોન (કોર્ટાકોસ્ટરોઈડ્ઝ) ઓછા થાય છે અને ઇમ્યુન સેલ્સ અને ચેપ (બેક્ટેરિયા)ને દૂર કરનારા એન્ટી બોડીઝ વધે છે, જેથી રોગ સામે લડવાની શરીરની શક્તિ વધે છે. ચેપી રોગો થવાનો ભય જતો રહે છે.
મગજની અંદર આનંદ અને ઉત્સાહ ભરનારા ‘એન્ડોફીન’ નીકળે છે : તમારા શરીર અને મનને આનંદ અને ઉત્સાહથી ભરી દેનારા એન્ડોફોન (નોસ્ફીન – નોટએડૂનેલીન – ટ્રાયપોફને સેરોટીનીન) નીકળે છે, જેનાથી મનને અને શરીરને નુકસાન કરનારા નેગેટિવ ભાવ દૂર જાય છે અને શરીરના દુખાવા દૂર થઈ જાય છે.
હાસ્યથી હૃદયને રક્ષણ મળે છે : ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધે છે, તેથી લોહીનો પ્રવાહ શરીરમાં પહોંચે છે. તે ઉપરાંત હૃદયની કાર્યશક્તિ વધે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ જરૂરી જેના માટે હસતું રહેવું અને હિંમત રાખવી.