Gujarat

સિંહ જોઈ ને ભલ ભલાનો પરસેવો છુટી જાય છે, પરંતુ રસીલા બહેને સિંહ, દિપડા અને અજગરો ને જીવના જોખમે બચાવેલા છે

આજે આપણે એક એવી મહિલા ની વાત કરવાની છે જેને લોકો ગીર ની સિંહણ તરીકે ઓળખે છે જેનું નામ કોળી રસીલાબેન વાઠેર છે. સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર તરીકે રસીલા નામની યુવતીને છે અને તેનુ કામ જાણી ને તમે પણ સલામ કરશો.

નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર રસીલાના માતાએ નાના-મોટા કામ કરીને શિક્ષણ આપવેલું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હિન્દીમાં સ્નાતક છે. અને 2007થી વનવિભાગ માં ફરજ બજાવે છે. 2007માં તેમની સામે બે જગ્યાએથી સરકારી નોકરીની ઓફર હાજર હતી. પહેલી ગીર નેશનલ પાર્કમાં રક્ષા સહાયક(રેસ્ક્યૂ ઓફિસર)તરીકેની અને બીજી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. પ્રાણી પ્રેમના કારણે તેમણે રેસ્ક્યૂ ઓફિસર તરીકેની નોકરી સ્વીકારી હતી.

રસીલા બહેન ને જ્યારે કોઈ પશુ પ્રાણી ને બચાવવા માટે ની માહીતી મળે ત્યારે તેવો દિવસ રાત કશુ છોતા નથી અને પોતાના જીવ ને જોખમ મા મુકી ને પોતાની ટીમ સાથે બચાવવા માટે પહોચી જાય છે. તેમણે 1100 થી વધુ વન્ય પ્રાણીઓનાં રેશકયુ કરીને જીવ બચાવ્યા છે. વિશ્વના કોઈ પણ વાઇલ્ડ-લાઇફ પાર્કના રેસ્ક્યુ-મિશન્સ કરતાં આ સંખ્યા વધારે છે.  2008થી 2013 સુધીમાં 173 રેસ્ક્યુ ઓપરેશન્સ, 390 વન્ય પ્રાણી છોડવાની કામગીરી, 100 વન્ય પ્રાણીઓની સારવાર કરી હતી.

ભારત દેશમાં 15 થીવધુ ગુજરાતમાંથી વિવિધ જગ્યાએથી10 થી વધુ એવોર્ડ અને સન્માનપત્ર મળેલ છે. ભારત દેશમાં આવી પ્રથમ દીકરી મહિલા છે. જેમણે હીંમત બતાવી પોતાના જીવની પરવા કર્યા વગર સાહસિકતાથીં દેશની દિકરીઓ મહિલાઓ માટે પ્રેરણા રૂપ કામ કરેલ છે.

અનેક વખત પોતના નો જીવ જોખમ મા મુકી સિંહ, દિપડા જેવા પ્રાણી નો ને બચાવવાની કામગીરી કરી છે અને પ્રાણીઓ સાથે પણ મિત્રતા જેવો વ્યવહાર કરે છે. અને સાહસી રસીલાબહેને 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. જેમાં દીપડા અને સિંહની સાથે અજગર, મગર, પંખીઓ અને વાનર છે. જંગલના પ્રાણીઓની સાથે રહેવું એટલે મોતને હાથમાં લઈને ફરવા બરાબર છે.

34 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હવે હેડ છે. રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ મહિલા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી એમ ચાર જિલ્લામાં એક વર્ષમાં 700થી પણ વધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!