Health

સીગરેટ માવાનું વ્યસન છોડવા માટે એક ઘરેલુ ઉપચાર ફાયદાકારક બનશે.

વ્યસન આપણા જીવનને નરક બનાવી દે છે, જીવનને વ્યસન મુક્ત બનાવવા આપણે સૌ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે, આપણા એક નાં લીધે આખા પરિવારનો ભોગ લઈ છે, આ વ્યસન. આજે અમે આપને જાણવીશું કે કંઈ રીતે તમે ઘરેલુ ઉપચાર દ્વારા માવા તમાકુનું વ્યસન છોડી શકશો.

આદુમાં સલ્ફર હોય છે. આથી તેને ચાવવાથી તમને લત છોડાવવામાં મદદ મળશે. આદુનો નાનો ટુકડો લીંબુના રસમાં બોળો. તેમાં મરી ઉમેરી બરણીમાં સ્ટોર કરો. જ્યારેય સ્મોક કરવાની ઇચ્છા થાય, તમાકુની જગ્યાએ આદુનો ટુકડો ચાવો.

જો તમને તમાકુની તલપ લાગી હોય તો થોડા દાણા અજમાના લઈ ચાવો. નિયમિત આમ કરવાથી તમને આ લત છૂટી જશે.જટામાંસી, કેમોમાઈલ અને બ્રાહ્મીને સરખા પ્રમાણમાં મિક્સ કરી બરણીમાં સ્ટોર કરો. એક કપ ગરમ પાણીમાં એક ચમચી પાવડર નાંખો અને ધીમે ધીમે પીઓ. આનાથી સ્મોકિંગ ઇચ્છા ઘટી જશે.

ત્રિફળા તમારા શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને તમાકુ માટેની તલપ ઓછી કરે છે. તમે રોજ રાત્રે હૂંફાળા પાણી સાથે 1 ચમચી ત્રિફળા લઈ શકો, તેનાથી પાચન પણ સુધરશે.

તમાકુનું ક્રેવિંગ થાય ત્યારે કંઈક હેલ્ધી ચાવી લો. તમે આદુના સૂકા ટુકડા, અનાનસ, ચ્યુઈંગ ગમ ચાવશો તો ક્રેવિંગ ઘટી જશે.આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!