Gujarat

સુરતના બે મિત્રો નુ એક સાથે અંગ દાન , 12 લોકો ને મળશે નવુ જીવન ! સલામ આ દિકરા ઓ ને

અંગ દાન મા માનવાતા મહેકાવતુ સૌથી આગળ જો કોઈ શહેર હોય તો એ સુરત છે. સુરત ના લોકો અંગ દાન નુ મહત્વ સમજે છે અને અન્ય લોકો ને નવુ જીવન મળે એ માટે માનવતા ભર્યુ પગલુ લે છે અને અંગદાન કરે છે. રાજ્ય મા અત્યાર સુધી મા 45 લોકો નુ હૃદય દાન કરવામા આવ્યુ છે જેમાં સુરત સૌથી મોખરે છે અને 35 વખત હૃદય દાન કરવામા આવ્યુ છે.

આ ઘટના મા 24 ઓગસ્ટ ના રોજ આ એકસમાત સર્જાયો હતો જેમાં જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે મોપેડ પર જતા શારદાયતન સ્કૂલના ઘોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થી મિત્રોને એક કારચાલકે અડફેટે લીધા હતા. વિદ્યાર્થીઓનાં પિપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. આ અકસ્માત મા બંન્ને મિત્રો બ્રેન ડેડ થયા હતા જેનુ નામ મીત કલ્પેશકુમાર પંડ્યા અને સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રિશ સંજયકુમાર ગાંધી હતા.

આ બન્ને 18 વર્ષીય વિદ્યાર્થી ના પરીવાર જનો દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વહાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરી બાર-બાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે.  અકસ્માત નો ભોગ બનેલ એકનું નામ ક્રિશ સંજય ગાંધી(18 (રહે,બેગમપુરા,ચેવલીશેરી) અને બીજાનું નામ મીત પંડયા(18)(રહે, ઉધના દરવાજા) છે

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિશના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી 21 યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ અંગો નુ દાન દરેક જરુરીયાત મંદ લોકો સુધી યોગ્ય રીતે પહોચતા કરવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!