સુરતના યુવકે કરી લેણદારોનાં ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યુ! સુસાઇડ નોટમાં કહ્યું, “મારે જીવવું છે, પણ કોઈ જીવવા નથી દેતું”
દરેક વ્યક્તિનાં જીવનમાં તફલિકો તો આવવાની છે, કારણ કે જીવનની દરેક પળે આપણે લડવાનું છે, પરતું પાછું નથી ફરવાનું કે ન તો જીવન જીવવાનું ભૂલી જવાનું છે. કહેવાય છે, માણસ પોતાની જાત સામે જ હાર માનીએ લઈએ છે અને જીવનન જીવવાનું છોડી દે છે. હાલમાં જ સુરતમાં આવી એક ઘટના ઘટી છે, જેના લીધે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
હાલમાં જ્યારથી લોકડાઉન પડ્યું છે, ત્યારથી ઘણા લોકોએ પોતાની જોબ ગુમાવી છે અને વેપાર નુકાસન ભોગવ્યું છે ત્યારે અનેક લોકો દેવાના બોજ હેઠે ઠલાવાઈ ગયા . ત્યારે સુરના એક યુવાને અપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. વેપારમાં નુકસાન જતા નહી પરંતુ નુકસાનને લઈને દેવું થઈ ગયું હતું અને લેણદારના માનસિક ત્રાસને લઈને આ યવકે આપઘાત કર્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે ઓનલાઇન ડ્રેસ માર્કેટિંગનું કામ કરતો હતો. વેપાર કરવા માટે તેણે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા. ધંધામાં નુકસાન થતા તે રૂપિયા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજીતરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા તેઓ રૂપિયા પરત લેવા માટે તેને માનસિક ત્રાસ આપતા સતત ઉઘરાણીને લઈને દેવું થઇ જતા હેરાન કરતા હતા
લેણદારો જે જે રીતે ત્રાસ આપતા હતા તેને લઈને હેરાન થયેલા યુવાને આખરે આપઘાત કરવાનું વિચારીને આજે બપોરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં લેણદારો નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જેઓ તેની પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા. મારી નાખવાની સતત ધમકી આપતા હતા. સોસાયટીમાં આવીને તારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશું એવી રીતે બ્લેકમેલ કરતા હતા.
આ યુવાને પોતાની સુસાઇડ નોટમાં મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી. એવું પણ લખેલું હોવાને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.