Gujarat

સુરત સિવીલ હોસ્પીટલ એક પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ સેવા કરતા ભીખુભાઈ રાઠોડ

હાલ ના કોરોના કાળ મા પોતાના પરિવાર ના લોકો પણ કોરોના દર્દી થી દુર ભાગતા હોય છે, પોતને પણ સંક્રમણ ના લાગે તે માટે પોતાના પરીવાર ના સભ્યો પણ આઘા રહેતા હોય છે ત્યારે ઘણી સેવાભાવી સંસ્થા અને લોકો આગળ આવ્યા છે.

આવુ જ એક નામ છે ભીખુભાઈ રાઠોડ જેમની સેવા જોઈ ને તમે પણ સલામ કરશો. સુરત ની સિવીલ હોસ્પીટલ મા તેવો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને દર્દી ઓ પોતાના સ્નેહીજનો જ હોય તેવી હુફ પુરી પાડે છે. અને પોતાના હાથે જમવાનું આપે છે. ભીખુભાઈ વ્યવસાય એ જમીન મકાન લે વેચ નુ કામ કરે છે પરંતુ આ કોરોના કાળ મા જીવ જોખમ મા નાખી એક પણ રૂપિયો લીધા વગર આ કાર્ય કરવુ એ ધન્યવાદ ને પાત્ર છે.

કોળી સમાજમાથી આવતા ભીખુભાઈ બચુભાઈ કલ હમારા યુવા સંગઠન ગીરગઢડા પ્રમુખ અને ઉના ગીરગઢડા કોળી સમાજ સંગઠન સુરતના પ્રમુખ છે અને લોક સેવા સાથે સતત જોડાયેલા રહે છે. ભીખુભાઈ રાઠોડ પોતે હમેશાં સુરત શહેરમા ગમે તેવી પરીસ્થીતી આવી ત્યારે હમેશા ની જેમ નિસ્વાર્થ ભાવે સેવા‌ જ કરી છે. 1998 માં પાણી આવ્યું ત્યાર થી માંડીને 2021 સુધીની કોરોનાની મહામારી જેવી કપરી પરીસ્થીતીમાં આવી છે પણ ક્યારેય પાછી પાની કરી નથી અને લોક સેવા મા જોડાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!