સોનાનાં ભાવમાં 5000 રૂ.સુધીનો ઘટાડો થયેલો! જાણો સોનાનો અત્યારે ભાવ શું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિન પ્રતિદિન સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 મહિનાની અંદર 5000 થી વધુ કિંમત સુધી સોનામા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે ચાલો આપણે જાણીએ કે હાલમાં બજારમાં સોનાનો ભાવ શું છે.

24 કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતો અને હાલમાં સોનાનો ભાવ ખૂબ જ ઝડપી ગતિએ ઘટી રહ્યો છે જે રોકાણકરો અને સ્ત્રીઓ માટે ખૂબ જ સારી વાત કહેવાય. જ્યારે આજે ૪૬,૦૦૦ રૂપિયા થયો છે.કોરોનાની મહામારીના સોનાનો ભાવ ખૂબ જ નીચો આવ્યો છે એક સમયે 60000 આસપાસ સોનાની કિંમત હતી.

છેલ્લા સાત મહિનામાં જોઈએ તો ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી  રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૦૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૩,૬૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૪,૦૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૪,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે.હાલમાં સોનાનો ભાવ ૪૬,૪૨૫ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સોનાનો ભાવ ૪૦૦૦૦ સુધી પહોંચી શકે છે કે ફરી એક વખત સોનામાં તેજી જોવા મળશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *