Gujarat

સોનાના ભાવમાં થયો ઘટાડો! પહેલીવાર સોનુ આટલું સસ્તું થયું.

દિવસેને દિવસે મોંઘવારી વધતી રહી છે, જ્યારે એક એવી વસ્તુ છે જેમાં સતત દિવસોના અંતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હા ખરું સાંભળ્યું છે તમે. છેલ્લા ત્રણેક મહિનાથી જોઈએ તો સોનાના ભાવમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે જેમાં હાલમાં એક મહિનાથી સોનાનાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે જેમાં અત્યાર સુધી તો 5500 રૂપિયા જેટલો સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મત મુજબ એપ્રિલમાં સોનાનાં ભાવમાં સતત ઘટાડો નોંધાય શકે છે.

હાલમાં આજે ફરી એક વખત સોનાનો ભાવ તૂટ્યો છે અને સોનુ 10 ગ્રામ પતિ 792 રૃપિયાએ તૂટ્યું છે.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) દ્વારા જાણવા મળ્યું છે કે,  સોનાનો હાલમાં બજાર ભાવ  લેટેસ 43,850 રૂપિયા છે.

.આ પહેલા સોમવારે સોનાનો MCX વાયદો 44,000ની નીચે ગયો હતો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ભાવ જોવા મળ્યો હતો  જો કે આજે MCX પર સોનાના એપ્રિલ વાયદામાં 250 રૂપિયાની હળવી મજબૂતી જોવા મળી રહી છે. જો કે ભાવ હજુ પણ 44,000 રૂપિયાની નીચે જ છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે  કે, સોનાના ભાવમાં ઘજી ઘટાડો જોવા મળે.

નિષ્ણાતોમાં મત મુજબ એપ્રિલ મહિનામાં સોનાનો ભાવ શું જોય શકે છે તે અનુમાન.  સોનું (MCX એપ્રિલ વાયદો) સોમવાર- 44905/10 ગ્રામ,મંગળવાર 44464/10ગ્રામ,બુધવાર 44869 /10 ગ્રામ, ગુરુવાર 44695 ગ્રામ શુક્રવાર 44642/10ગ્રામ.  ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો.જો ઉચ્ચતમ સ્તર સાથે સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 43800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રડ કરી રહ્યું છે એટલે કે લગભગ 12400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!