India

સૌથી નાની ઉંમરના બ્રેઇનડેડ બાળકના લીધે સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું.

જીવનમાં અંગદાન એ મહાદાન છે, જેનાંથી અનેક લોકોને ફરીથી જીવ મળી શકે છે. આજના યુગમાં આવા અનેક કિસ્સા બનતાં હોય છે, જેમાં બાળકો થી લઈને વૃદ્ધ લોકોના મૃત્યુ પછી તેમનાં શરીરના અંગોનું દાન કરવામાં આવે છે. આજે આપણે એક એવા જ નાના બાળકની વાત કરવાની છે, જેનાં અંગોના દાનથી સાત વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. કોરોનાની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 4 હૃદય, 6 ફેફસા, 14 કિડની, 7 લિવર, 1 પેન્ક્રીયાસ અને 12 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૩ કિડની, 152 લીવર, 8 પેન્ક્રીઆસ, 30 હૃદય, 10 ફેફસાં અને 276 ચક્ષુઓ કુલ 849 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 781 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. ત્યારે ફરીએક વખત એવી ઘટના ઘટી છે કે, એક જ દિવસમાં નાના બાળકના લીધે સાત વ્યક્તિઓને જીવન મળ્યું.

કોરોનાની મહામારી વચ્ચે આ સુરતમાં પહેલી એવી ઘટના બની કે, એક નાના બ્રેઇનડેડ બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું. અત્યાર સુધીમાં સુરતમાં સૌથી વધારે અંગોનું દાન કરીને અનેક વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના પરિવારને પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના અંગોનું દાન કરીને જે માનવતા દાખવી છે,તેનાં તેમને કોટી કોટી વંદન કરે છે. કારણ કે,ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌપ્રથમ ઘટના.

સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષનાં બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષનાં બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે.

સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષ બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 2 વર્ષની બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર આપ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 265 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર આપ્યો હતો. આજે આ એક બાળકના લીધે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે, ત્યારે ખરેખર કહી શકાય કે,જીવનમાં અંગદાન એ સૌથી મહાદાન છે. સુરતની ડોનેટ લાઈફ દ્વારા આ કામ જે કરવામાં આવી રહ્યું છે તે સરહાનીય છે, આપણે સૌ કોઈ સંકલ્પ કરવો જોઈએ કે , મૃત્યુ પછી અમે અમારા અંગોનું દાન કરીને લોકોને નવજીવન આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!