સૌરાષ્ટ્રનાં ગોવિંદ પટેલએ બનાવેલ ગુજરાતી ફિલ્મ જેણે 15,25 રૂ.ટિકિટનાં સમયમાં 21 કરોડ રૂપિયાની કમાણી કરી

આજે આપણે ગુજરાતી સિનેમાની લોકપ્રિય ફિલ્મ! વિશે જામીશું જેણે ગુજરાતી સિનેમાની પરીભાષા બદલી નાખી હતી. ફિલ્મો અનેક બની પરતું આ ફિલ્મે લોકોના હૃદયમાં અનોખું સ્થાન બનાવ્યું હતું! આજે પણ આ ફિલ્મ લોકોના હૈયે અને મનમાં વસી છે.આ ફિલ્મ સૌરાષ્ટ્રનાં કેશોદ ગામનાં ગોવિંદ પટેલ બનાવેલી હતી. આ ફિલ્મ થકી ચલચિત્રને એક નવી જ ઊંચાઈ મળી અને એક પછી એક સફળ ફિલ્મો આપી અને આજે પણ તેમની ફિલ્મી સફરને યાદ રૂપે તેમના વતનમાં આજે પણ તેમની પ્રતિમા ચોકમાં રાખેલ છે.

હાલમાં આપણે જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મોમાં કમાણી બહુ ઓછી થતી હોય છે અને દર્શકો પણ બોક્સ ઓફિસ સુધી પહોંચતા નથી પરંતુ જ્યારે 90દશકામાં હે રૂરલ ફિલ્મો આવતી ત્યારે માત્ર ફિલ્મોની ટીકીટ માત્ર 15 થી 25 રૂપિયા હતી અને ત્યારે લોકો સીનેમાં ઘરોમાં ફિલ્મો જોવાના શોખીન પણ ઘણાં હતા. એ સમય આજે પણ યાદગાર અને ગુજરાતી સિનેમા સુવર્ણ અક્ષરે લખાયેલો છે.

દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગોવિંદભાઈ પટેલ દ્વારા નિર્દેશિત ૧૯૯૮ ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી અને ફિલ્મમાં રોમા માણેક અને હિતેશ કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને જેમાં અરવિંદ ત્રિવેદીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ એક પારિવારિક ગુજરાતી ફિલ્મ હતી જેમાં પરદેશમાં ઉછરેલ સંસ્કારો અને સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવમાં આવ્યું હતું.

દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ફિલ્મને ૧૯૯૮ માં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેણે ૧૦ રૂપિયા અને ૧૫ રૂપિયાની ફિલ્મ ટિકિટના જમાનામાં લગભગ ની આસપાસનો વકરો કર્યો હતો.

તે સમયે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ત્યાર બાદ ચાલ જીવી લઈએ! તેનો રેકોર્ડ તોડ્યો હતો. તે હજી પણ બીજી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *