Health

સ્વાસ્થ્યવર્ધક દહીં! જાણો દહીંનું સેવન કરવું કેટલું ફાયદાકારક.

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે શરીરની ઠંડક માટે છાસ ઉત્તમ પીણું છે. ત્યારે તે સિવાય દહીં એટલું જ લાભદાયક છે ત્યારે આજે આપણે દહીં વિશેનાં ગુણો જાણીએ કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન B6 અને વિટામિન B12 જેવા પોષક તત્વોથી ભરપૂર દહીં પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત દહીં સુંદરતાનો ખજાનો છે. એક નજર તેના દ્વારા થતા ફાયદાઓ.

ઘણા લોકોને જમ્યા બાદ એસિડીટી થઈ જાય છે. જો તમને પણ આવી તકલીફ હોય તો જમતી વખતે સાથે એક વાટકી દહીં ખાઓ. તે તમારા શરીરમાં PH બેલેન્સ જાળવી રાખશે. સાથે જ પેટમાં પેદા થયેલી ગરમીને દૂર કરશે.હાડકાંની મજબૂતી હાડકાંમાં દહીંમાં ખૂબ મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાંને મજબૂત બનાવે છે.

સાંધાઓનું દર્દ કરે છે દૂર હીંગનો વઘાર કરીને દહીં ખાવાથી સાંધાઓના દુ:ખાવામાં રાહત મળે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. સવાસ્થ્યવાસ્થ્ય માટે ઉપયોગી દહીં સુંદરતા વધારવા માટે પણ મહત્વનું છે. ગરમીઓમં શરીર પર વધારે તાપને કારણે ત્વચા ટેન થઈ જાય છે. આવામાં દહીં દ્વારા ટેનિંગને દૂર કરી શકાય છે. વળી બેસન સાથે દહીંને મિક્સ કરી ચહેરા પર લગાવાવાથી ચહેરા પર ચમક આવે છે.

વાળની સુંદરતા માટે ઉપયોગી – નહાતા પહેલા વાળમાં દહીં વડે યોગ્ય રીતે માલિશ કરવી જોઈએ. થોડા સમય બાદ વાળને ધોઈ લેવાથી તેમાથી ગૂંચ અને ડેન્ડ્રફ દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!