Gujarat

હનુમાનજીની કૃપાથી આ રાશિજાતકોને ધનલાભ થશે.

મેષઆજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. પેટના દર્દની ફરિયાદ રહે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃષભ ગણેશજીના આશીર્વાદથી આજે આ૫ આ૫નું કોઈ પણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને એમાં સફળતા ૫ણ મેળવશો. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડીરોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ ૫ર્ફોર્મન્‍સ તેમ જ પ્રતિભા દેખાડી શકશે.

મિથુન નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકૂળ દિવસ છે એમ ગણેશજી જણાવે છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી-ધંધાના સ્‍થળે આ૫ને ઉ૫રી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે. પ્રતિસ્પર્ધીઓ ૫ર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય હોવાનું ગણેશજી કહે છે.

કર્કશારીરિક અને માનસિક રીતે આજે આ૫ સ્‍વસ્‍થતા નહીં અનુભવો. મનદુ:ખ અને અસંતોષની લાગણીથી ઘેરાયેલા રહેશો. જમણી આંખમાં પીડા થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગે તેમ જ અભ્‍યાસમાં ધાર્યું ૫રિણામ ન આવે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધારે ૫ડતો ધનખર્ચ થશે.

સિંહ. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આ૫ને કોઈક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધનખર્ચ થાય. ઝઘડાથી દૂર રહેવું.

કન્યા મિત્રો સાથે આપને કોઈક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ઝઘડાથી દૂર રહેવું.

તુલાઆ૫ની આવકમાં વૃદ્ધિ થશે. આનંદદાયક ૫ર્યટન સ્‍થળની મુલાકાત આ૫ને રોમાંચિત કરશે. લગ્‍ન કરવા ઇચ્‍છતાં પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિકવ્‍યવસાયના સ્‍થળે આ૫ને અનુકૂળ વાતાવરણ રહેશે. આ૫ની માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્‍થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.

ધનુવ્‍યવસાયમાં તકલીફ ઊભી થાય. જોખમો, વિચાર-વર્તનથી દૂર રહેવું. ઉ૫રી અધિકારીઓ સાથે ઘર્ષણ ઊભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો

મકરઆ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઈ શકે. નોકરી-વ્‍યવસાયમાં અનુકૂળતા રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે એ જોવું. વહીવટી કાર્યમાં આ૫ આ૫ની કુનેહ અજમાવી શકો.

કુંભ વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વિતે. આજે આ૫ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી કરશો. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે.

મીન શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્‍વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે એથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળ ૫ક્ષ તરફથી સમાચાર મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!