હનુમાનજી ના મંદિર માટે મુસ્લિમ વ્યક્તિ એ ફાળવી 1 કરોડ રૂપિયા ની જમીન
વિવિતા મા એકતા એજ આપણી ખાસીયત છે આપણા દેશ મા અનેક સંકૃતી અને ધર્મ મા વિવિતા જોવા મળે છે અને તેના લીધે જ આપણો ભારત દેશ આખી દુનિયા મા અલગ છાપ છોડી શક્યો છે આ જે તમને એક એવાજ એક સમાચાર વિષે જણાવા જય રહ્યા જે જાણી તમે વખાણ કરશો.
બેંગ્લોર ના કડુગોડ મા રહેતા અને ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા એક મુસ્લિમ દાનવિરે હનુમાનજી ના મંદિર ના નિર્માણ માટે લાખો રુપિયા ની જમીન દાન આપી છે અને આ જમીન ની કીંમત અંદાજીત 84 લાખ થાય છે. અને આ દાનનીર નુ નામ એમ એમજી બાશા છે
ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસનો ધંધો કરતા એમએમજી બાશાએ જોયું કે બેંગ્લોર ના વાલાજેરાપુરૂમાં તેમની ત્રણ એકર જમીનની બાજુમાં હનુમાનજી મંદિર છે. આ મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી હતી, જેના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થતી હતી. ટ્રસ્ટ મંદિરના વિસ્તરણની યોજના કરી રહ્યું હતું પરંતુ ભંડોળના અભાવે સફળ થઈ શક્યો નહીં. બાશાએ હનુમાન મંદિર ટ્રસ્ટને કહ્યું કે તેઓ તેમની જમીન દાન કરવા તૈયાર છે.
એમ એમજી બાશા ના આ કામને લઈને લોકો ખુબ વખાણ કરી રહ્યા છે અને સોસિયલ મીડીયા પર પણ લોકો સલામ કરી રહ્યા છે. અને કોમી એકતા ની મિસાલ કાયમ કરી છે.