Religious

હનુમાનજી ની કૃપા થી જાણો તમારુ આજનું રાશિફળ

મેષઃ આજે દુર્ગાષ્ટમી-ભવાની ઉત્પત્તિએ ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના નવા કામ શરૂ કરવાનું આયોજન ગોઠવાય.

વૃષભઃ ધર્મકાર્યમાં-ભક્તિ-પૂજા-મંત્રજાપમાં આજંદુર્ગાષ્ટમીએ આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક-સામાજીક કામ થઇ શકે.

મિથુન : આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવા કામ શરૂ થાય પરંતુ નાણાંકીય કામમાં, આયોજનમાં ચોકસાઇ રાખવી.

કર્ક : આજે દુર્ગાષ્ટમીએ, ઉમાની ઉત્પત્તિએ ધર્મકાર્યમાં, આધ્યાત્મિકતામાં વધારો થાય. આકસ્મિક કાર્યસફળતાથી ચિંતા-મુંઝવણ ઓછી થાય.

સિંહ : બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આપે વેપાર-ધંધામાં ધ્યાન રાખવું પડે. નોકરીના કામમાં ચિંતા-ખર્ચ-દોડધામ રહે.

કન્યા : આજે દુર્ગાષ્ટમી – ભવાની ઉત્પત્તિએ ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય મનની પ્રસન્નતા રહે. આનંદ-ઉત્સાહમાં રહો. કામમાં સાનુકુળતા રહે.

તુલા : નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં-શુભકાર્યમાં, સગા-સબંધી મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય.

વૃશ્ચિક : આજે દુર્ગાષ્ટમીએ ધર્મકાર્યમાં આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ-સાનુકુળતા થતી જાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

ધનઃ આકસ્મિક ચિંતા-ઉપાધિ-મુશ્કેલીમાં અટવાઇ પડવાથી પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ સમયસર થાય નહીં.

મકર : આજે દુર્ગાષ્ટમી છે. ભક્તિ-પૂજા-મંત્રજાપમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. તે સિવાય નોકરી-ધંધાના કામ સાનુકુળતાવાળા રહે.

કુંભ : તમારા રોજીંદા કામ ઉપરાંત વ્યવહારિક-સામાજીક-પારિવારિક જવાબદારીવાળા કામમાં ચિંતા-ખર્ચ-શ્રમ-થાક અનુભવો.

મીનઃ આનંદ ઉત્સાહથી ધર્મકાર્ય કરી શકો. નોકરી-ધંધાના, ઘર-પરિવારના સંતાનના કામમાં વ્યસ્તતા છતાં આનંદ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!