હનુમાનજી મહારાજનું એક એવું મંદિર કે જ્યાં બજરંગબલી સ્વયંભૂ પ્રગટ થયા છેઃ રામાયણ કાળ સાથે જોડાયેલી છે કથા

હનુમાનજી મહારાજ એક એવા ભગવાન છે કે, જેઓ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે ભક્ત સાચા હ્યદયથી હનુમાનજી મહારાજની પૂજા-અર્ચના કરે છે તેમને હનુમાન દાદા ક્યારેય નિરાશ કરતા નથી, દાદા તેની તમામ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરે છે.

આપણા દેશમાં હનુમાન દાદા ઘણા મંદિરો છે. ભારત દેશનું એક પણ એવું ગામ નથી કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. પરંતુ આજે હનુમાનજી મહારાજના એક એવા મંદિરની વાત કરવી છે કે જે, ભક્તો વચ્ચે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. હકીકતમાં આ મંદિરની અંદર આજે પણ હનુમાન દાદાના પદચિન્હ ઉપસ્થિત છે અને તેઓ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આ મંદિર સમુદ્ર તટથી 8048 ફૂટની ઉંચાઈ પર જાખૂ પહાડી શિપલા શહેરની નજીક સુંદર પર્વતો છે તેની જ એક ટોચ પર હનુમાન દાદાનું આ મંદિર આવેલું છે. આ મંદિર પ્રત્યે ભક્તોની ખૂબ શ્રદ્ધા છે અને આ મંદિરમાં દર્શન માટે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. કહેવાય છે કે, આ મંદિર રામાયણ કાળ સાથે જોડાયેલું છે અને આ સ્થાન પર મોટી સંખ્યામાં વાનરો રહે છે.

કહેવામાં આવે છે કે, આ વાનરો ભગવાન હનુમાનજીની રાહ રામાયણ કાળથી જોઈ રહ્યા છે. આ મંદિરમાં હનુમાનજી મહારાજની 108 ફૂટ ઉંચી વિશાળ પ્રતિમા ઉપસ્થિત છે કે જેને શિમલાના કોઈપણ ખૂણેથી સરળતાથી જોઈ શકાય છે. અહીંયાના લોકોનું માનવું છે કે, અહીંયા જેપણ ભક્ત સાચા મનથી આવે છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંયા જે વ્યક્તિ સાચી શ્રદ્ધાથી હનુમાનજી મહારાજના દર્શન કરે છે તે ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી.

પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છીત થઈ ગયા હતા ત્યારે લક્ષ્મણજી માટે હનુમાનજી મહારાજ સંજીવની લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જઈ રહ્યા હતા અને ત્યારે તેમની નજર અહીંયા તપસ્યા કરી રહેલા યક્ષ ઋષી પર પડી અને બાદમાં અહીંયાનું નામ યક્ષથી અપભ્રંશ થઈને યાક અને યાકુ અને જાખુ સુધી બદલાયું. મહાબલી હનુમાનજી મહારાજ વિશ્રામ રવા માટે અને સંજીવની બૂટીનો પરિચય પ્રાપ્ત કરવા માટે જાખૂ પર્વતના જે સ્થાન પર ઉતર્યા હતા તે સ્થાન પર આજે પણ તેમના પદ ચિહ્ન સંગમરમરથી બનેલું છે.

જ્યારે મહાબલી હનુમાનજી મહારાજે યક્ષ ઋષી પાસેથી સંજીવની બૂટીનો પરિચય લઈ લીધો ત્યારે હનુમાન દાદાએ ત્યાંથી નિકળતા સમયે ઋષીને વચન આપ્યું હતું કે હું પાછો વળતા સમયે તમને મળીશ. અને બાદમાં તેઓ દ્રોણ પર્વત તરફ ગયા હતા. માર્ગમાં કાલનેમી નામના રાક્ષસના કુચક્રમાં ફસાવાથી તેમની પાસે સમય નહોતો અને ત્યારે મહાબલી હનુમાનજી મહારાજ જ્યારે ઋષીને મળ્યા વગર જ પરત ફરી ગયા ત્યારે યક્ષ ઋષી ખૂબ વવ્યાકુળ થઈ ગયા હતા અને મહાબલી હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને બાદમાં આ સ્થાન પર હનુમાનજી મહારાજની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ જેને લઈને આ જ સ્થાન પર યક્ષ ઋષીએ હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું હતું અને આ જે પણ આ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. લોકો દૂર-દૂરથી આ સ્થાને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *