Gujarat

હાજરા હજુર છે ભગુડા વાળા મા મોગલ, જાણો માતાજી ના પરચા વિશે

ભગુડાનું નામની સાથે જ મા મોગલનું સ્મરણ થાય છે! ભગુડા ગામનો ખૂબ જ અનેરો મહિમા છે. સૌ કોઈ જાણે છે કે ભગુડા ગામના ખોરડે કોઈ પણ દરવાજે કમાળની જરૂર નથી પડતી કારણ કે જે ગામના રખોપા આઈ મોગલ કરતી હોય ત્યાં કોની હિંમત થઈ શકે કે, કોઈનો વાળ પણ વાંકો કરી શકે! આજે આજે આપણે આઈ મોગલની પ્રાગટય કથા વિશે જાણીશું.

લોક વાયકા મુજબ એવું કહેવાય છે કે, મા મોગલ માતાનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે. જેમાં ગોરયાળી-બગસરા, રાણેસર બાવળા અને ભગુડા ધામ છે. ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે. સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે. ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયર આવેલા છે અને આ ગામમાં મોગનનું પ્રાગટય એ પણ રસપ્રદ વાત છે.

450 વર્ષ પહેલા જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે  આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યાં ગયાં અને ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી.
ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું.

આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ થયું કરવામાં આવ્યું હતું. ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળુ પૂજાય છે. મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ છે. માતાજી અનેક પરચા પૂર્યા છે. મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે, એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે. આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.

આ ગામમાં મોગલઆ ના એક પરચાને લીધે જગ વિખ્યાત બન્યું છે.લોક વાયકા છે કે, મોગલ મા ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી. કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે.

આ પવિત્ર ધામ ક્યાં આવેલું છે? ભાવનગરથી 80 કિ.મી., મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ. 3500ની વસતી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ધામમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!