Gujarat

હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી એ પ્રેમ લગ્ન કર્યા અને પછી વિડીઓ વાયરલ કરી ને કહ્યુ કે

આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મુસ્લીમ યુવતિ એ એક હિન્દુ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે.

જામણા મળતી વિગતો અનુસાર ખંભાત ની 20 વર્ષીય મુસ્લીમ યુવતિ ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે 19મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા હતા. તેવો ખંભાત ના એક સંવેદનશીલ વિસ્તાર સૈયદવાડા મા રહે છે જેથી તેવો એ પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે.

આ લેખીત અરજી મા પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અને જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે, એમ પણ તેણ જણાવ્યું છે.

આ ઉપરાંત આ દંપતી એ ડર ના લીધે ખંભાત છોડી બીજે આશરો લીધો હતો અને વિડીઓ પણ વાયરલ કર્યો હતો જેમાં મુસ્લિમ યુવતી ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં ખુશ છે એવૌ 30 સેકન્ડના વિડીઓ મા જણાવ્યું હતુ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!