Health

આસાની થી મળી જતી આ ઔષધિ હદય માટે આટલી બધી ઉપયોગી છે તમે વિચાર્યું પણ નહી હોય

હાલમાં કોરોનાનાં મહામારી ન લીધે અનેક મોટી તેંમજ નાની ઉંમરનાં લોકો એ હાર્ટ એટેક આવી જતું હોય છે. ત્યારે અમે આપને આયુર્વેદમાં સૂચવેલ ઔષધિ વિશે જણાવીશું. કારણ કે ઘણી ઔષધિઓ એવી હોય છે કે, જે અનેક રોગોને જળ મૂળમાંથી નાબુદ કરે છે. ચાલો ત્યારે જાણીએ કે, કંઈ રીતે તમે હૃદયરોગથી નિવારણ મેળવી શકશો.

આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન કે ધોળા સાજડનું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. આજકાલ અર્જુનમાંથી અનેક દેશી દવાઓ, દેશી દવાવાળાને ત્યાંથી તૈયાર મળે છે.

અર્જુન હ્રદયરોગની ખાસ દવા છે. તે હ્રદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે, હ્રદયનો સોજો અને રક્તમાંના કોલેસ્ટ્રોલ (ચરબી તત્વ) ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું આયુષ્‍ય, આરોગ્ય અને? દેહકાંતિ વધારે છે.

હ્રદયરોગ : અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્‍ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હ્રદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે.હ્રદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવ : અર્જુનછાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શરબત સાથે રોજ લેવું. ખાસ એ વાત કે, મન થી મક્કમ રહો અને ક્યારે પણ હિંમત ન હારો કારણ કે હૃદય રોગ નું મુખ્ય કારણ એ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!