હોળીમાં કેમ ખજુર,ધાણી, દાળિયા ખાવામાં આવે છે જાણો.
હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા’ સાથે જોડાયેલી અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને સાંજે લાકડા, છાણાનો ઢગલો ચારરસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અગ્નિને ચણા, ધણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવે છે. પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી હોય, તેઓને હોળીના દર્શન કરાવાય છે.
સવારથી સાંજ સુધી માત્ર ધાણી-ચણા અને ખજૂર ખાવાની છુટ રાખવામાં આવે છે. સાંજે હોળીના દર્શન બાદ મિષ્ટાન્ન યુક્ત ભોજન કુટુંબ-મિત્રો સાથે કરવામાં આવે છે.હોળીની પ્રદક્ષિણા દરમ્યાન અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે.સામાજિક મેળાવડાના વાતાવરણમાં આનંદદાયક વાતાવરણની મનોદૈહિક સારી અસર થાય તે પણ સ્વાભાવિક છે.
આસો મહિનામાં વાવેલા ચણા હોળીના તહેવાર દરમ્યાન પાકીને તૈયાર થઇ જાય છે. ખજૂર પણ તાજી મળે છે. ખજૂર પૌષ્ટિક હોવાની સાથે ઝીંક તથા અન્ય મીનરલ્સથી ભરપૂર હોવાથી ઈમ્યુનીટી વધારવામાં પણ મદદ કરે છે. આયુર્વેદિય દ્રષ્ટિએ શેકેલા ચણા કફ, વાયુ અને થાક મટાડે છે. ચણાની લુખ્ખાશને કારણે કફની ચીકાશની શરીર પર થતી અસર ઘટે છે
. કફ જામી ગયો હોય, સળેખમ હોય તેઓ શેકેલા ચણા ખાય તો કફ આંતરડા વાટે પચી અને શરીરની બહાર નીકળે છે.કફને કારણે મ્હોંનો સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય તેઓ ચણામાં સિંધવ, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકે છે.શેકેલા ચણા સરળતાથી પચે તેવો પૌષ્ટિક ખોરાક છે. હોળીના પર્વ પર ધાણીને આગમાં શેકી અને ફોડવામાં આવે છે. ધાણીમાં રૂક્ષતાનો ગુણ હોવાથી તે સરળતાથી પચે છે અને કફને મટાડે છે.