India

અફઘાનીસ્તાનનો વધુ એક વિડીઓ વાયરલ થયો, જુવો આ વિડીઓ અને જાણો શુ છે હકીકત

જયાર થી તાલીબાનો ના હાથ મા અફઘાનીસ્તાન આવ્યુ છે ત્યાર થી આખા વિશ્વ મા તેવો ની ચર્ચા થય રહી છે અને અનેક વીડીઓ અને ફોટા સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થયા રહયા છે ત્યારે વધુ એક વિડીઓ વાયરલ થયો છે જેમાં એક યુવક હેલીકોપ્ટર નીચે લટકાઈ રહ્યો છે. ખરેખર આ વિડીઓ ની હકીકત શુ છે આવો જાણીએ.

તાલીબાનોના હાથ મા જયાર થી સત્તા આવી છે ત્યાર થી અનેક એવા વિડીઓ પણ સામે આવ્યા છે જેમા સામાન્ય અફઘાનીસ્તાન ના નાગરીકો ને સજા આપવામા આવી હોય અને એક વધુ વિડીઓ વાયરલ થયો છે જેમાં એક યુવક હેલીકોપ્ટર ની નીચે લટકાયેલો જોવા મળે છે અને અનેક લોકો શેર કરી ને કહી રહ્યા છે કે આ અમેરીકા ના એક સૈનીક ને સજા આપવામા આવી રહી છે. પરંતુ હકીકત કાંઈક અલગ છે

વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તાલિબાનના દર્દનાક શાસનને કહી રહ્યો છે, પરંતુ હવે આ વીડિયોનું સત્ય પણ સામે આવી ગયું છે. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરથી લટકતા માણસને કોઈ સજા આપવામાં આવી નથી, પરંતુ આ માણસ લગભગ 100 મીટર ઉપર તાલિબાનનો ધ્વજ લગાવવાનું કામ કરી રહ્યો છે. તેને હેલિકોપ્ટરથી લટકાવવામાં આવ્યો છે જો કે, તે માણસ ધ્વજ લગાવવાનું મેનેજ કરી શક્યો નહીં. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે જે વ્યક્તિએ હેલિકૉપ્ટર નીચે છે એ પણ એક તાલીબાની જ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!