Gujarat

આ કારણે મંદિરમાં શ્રી કૃષ્ણ સાથે રુકમણીજીની પ્રતિમા સાથે નથી જોવા મળતી.

 આજે આપણે દ્વારકામાં આવેલ અતિ પૌરાણિક મંદિર વિશે જાણીશું. જગત મંદિર થી 2 કી.મી નાં અંતરે આવેલું દેવી રુકમણિ મંદિર પાછળ અતિ પૌરાણિક કથા જોડાયેલ છે. આ મંદિર દ્વાપરયુગનું છે.

આમ આપણે જાણીએ છે કે,ભાગ્યે જ કોઈ એવું મંદિર હશે જ્યાં શ્રી કૃષ્ણ અને રુકમણિજી સાથે બિરાજમાન હોય.આ મંદિર દ્વારકાધીશ મંદિર થી ઘણું દૂર છે, કારણ કે ઋષિ દુર્વસાનાં લીધે શ્રી કૃષ્ણ અને રુકમણિજીને વિરહનો શ્રાપ મળ્યો હતો આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણ થી વિરહની વેદના સહેવી પડી હતી. અમે આજે આપને માહિતગાર કરીશું કે, કંઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ થી અલગ રહેવાનો શ્રાપ આપવામાં આવ્યો.

દુર્વાસા ઋષિ વિશે  વિનંતી પર કૃષ્ણ અને રુકમણી ભોજન માટે તેમને રથમાં જાતે ખેંચીને લઇ ગયા. માર્ગમાં જ્યારે રુકમણીને તરસ લાગી ત્યારે, કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીન પર મૂકીને ગંગાનું અવતરણ કર્યું. રુકમણીએ તે પાણીથી પોતાની તરસ છીપાવી પરંતુ, પોતાને પાણી માટેનું ન પૂછતાં દુર્વાસાને અપમાન લાગ્યું અને તેમણે રુકમણીને તે તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો અને બસ તે દિવસથી માતા રુકમણીજી અહીં નિવાસ કર્યો.

આમ જ્યાં જુઓ ત્યાં શ્રી કૃષ્ણને સંગ રાધાજી બિરાજમાન હોય છે તેમની સંગાથે ક્યારેય રુકમણિ નથી હોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!