Entertainment

આ ગુજરાતી મહિલા છે, શાહિદ કપૂરની સોતેલી મા! જાણો કોણ છે, આ સ્ત્રી.

આજે આપણે ગુજરાતી અને હિન્દી ધારાવાહિક તેમજ ફિલ્મોના અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂરના જીવન વિશે જાણીશું ! તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે તેઓ બોલિવુડન સુપર સ્ટાર શાહિદ કપૂરની સોતેલી મા છે. વાત જાણે એમ છે કે, ૨૨ વર્ષની ઉંમરે તેઓ તેમની માતાના મિત્રના પુત્ર સાથે પરણ્યા હતા, પણ એક વર્ષમાં તે લગ્નનો અંત આવ્યો.

૧૯૮૬માં સાગર સરહદીની પ્રદર્શિત ન થયેલી ફીલ્મ અગલા મૌસમ તેમણે હાલના પતિ પંકજ કપૂર સાથે કામ કર્યું. બે વર્ષની ઓળખ બાદ પંકજ કપૂર અને સુપ્રિયાએ લગ્ન કર્યા હતા અને આજે શાહિદ કપૂર સાથે તેમના સારા સંબંધ છે. એક નજર આપણે સુપ્રિયાના જીવનની કારકિર્દી પર કરીએ.
લોકપ્રિયધારાવાહિક ખિચડીમાં તેમના પાત્ર હંસા મહેતા અને સંજય લીલા ભણસાલીની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલામાં તેમના ભયંકર પાત્ર ધનકોર બા ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને તેમને ગુજરાતી સિનેમામાં 2016માં ડેબ્યુ કર્યું હતું. કેરી ઓન કેસર તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

તેમણે અભિનયની શરૂઆત મેના ગુર્જરી નામના પ્રાચીન નાટકના પુન: સંસ્કરણમાં  કરી. આ નાટક તેમની માતા દીના પાઠકે દિગ્દર્શિત કર્યું હતું.નાટક જોતાજોતા શશી કપુરના ધર્મ પત્ની જેનીફ કેન્ડેલનું ધ્યાન તેમના પર ગયું અને તેમણે મહાભારત આધારિત તેમના હોમ પ્રોડક્શનની ફીલ્મ કલિયુગ (૧૯૮૧) માટે શ્યામ બેનેગલને સુપ્રિયાની ભલામણ કરી. આ ફીલ્મમાં સુભદ્રાનાં  પાત્ર માટે તેમને ફીલ્મફેરનો સર્વોતમ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.આજે તેઓ ફિલ્મજગત સાથે સંકળાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!