Health

આ રીતે પુદીના નુ સેવન કરો અને મેળવો ચમત્કારીક ફાયદા

નમસ્કાર મિત્રો આજે આપણે આયુર્વેદિક ઔષધી પુદીના વિશે વાત કરીશુ પીદીનો અનેક ગુણો થી ભરેલો છે અને ઉનાળા મા ખાસ સેવન કરવુ જોઈએ તો ચાલો જોઈએ કઈ રીતે પુદીના નો ઉપયોગ કરવો.

ખાસ કરીને ગરમીમાં લૂથી બચવા માટે ફુદીના પાન અને જીરૂ ને થોડીવાર પલાળો પછી તેને પીસી નાખો અને ત્યારબાદ તેમાં મીઠું, થોડી સાકર નાખીને પીવાથી લુ લાગશે નહીં. ઉનાળામાં દહીં, છાશ, રાયડામાં ફુદીનાના પાન પીસીને પીવાથી પણ લૂ લાગતી નથી. ફુદીનાનું સેવન કરવાથી તાવ, ઝાડા, કબજિયાત જેવી પેટની બીમારીઓથી પણ બચી શકાય છે.

હેડકી આવતી હોય તો ફુદીનાના રસમાં મધ મિશ્ર કરી અને પીવાથી ખૂબ લાભ થાય છે. ફુદીના મા એવા એન્જાઈમ છે કે જે કેન્સરથી પણ આપણને દૂર રાખેે છે. પેટના દર્દો, માથાનું દર્દ, વિવિધ ગાંઠ, ઉધરસ વગેરે ની દવાઓ બનાવવામાં પણ ફાર્મસીઓ અને દેશી વૈદક બનાવનારાઓ ફુદીનાનો ઉપયોગ કરે છે.

ફુદીનાના પાન માં વિટામિન એ, બી, સી, ડી, ઈ આયન, કેલ્શિયમ આ બધું જ ભરપૂર માત્રામાં મળી રહે છે. મિત્રો ફુદીનો મોની દુર્ગંધનો નાશ કરનાર છે. આ ગુણને કારણે ફુદીનાનો ઉપયોગ ચીઘમ, સાબુ, ટૂથપેસ્ટ વગેરેમાં વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. ફુદીનો સુગંધ માટે સંસારમાં સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

ફુદીનાના પાન સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ શીતળ અને સ્ફુર્તિદાયક માનવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર ફુદીનો બીપી ને પણ કાબૂમાં રાખી શકે છે. તે સોજાને પણ ઉતારનાર છે. ફુદીનો હોજરીને પણ મજબૂત કરે છે અને પાચનશક્તિ સુધારે છે. કોઈ જીવડું કરડી ગયું હોય તો તેના ડંખ પર ફુદીનાનો રસ ચોપડવાથી તેનુ વિષ તરત જ ઊતરી જાય છે.

મધમાખી ના ડંખ માં આનો પ્રયોગ કરવામાં આવે છે. ફુદીનાની સુગંધી કોઈ વ્યક્તિ બેહોશ થઈ ગયો હોય તો એની તત્કાલ કારણથી પણ બેહોશી દૂર થવામાં સહાયતા મળે છે. ફેફસામાં વર્ષો જૂનો જામેલો કફ પણ નિરંતર ફુદીનાનો રસ સેવન કરવાથી દૂર થાય છે અને આજકાલ એ આપણે કફ આપણા શરીરમાં કે આપરા ફેફસામાં ન વધે તેની ખાસ કાળજી લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!