Gujarat

એક અનોખો લગ્ન!જેમાં યુવાન અને યુવતીની આવી જોડી નહીં જોઈ હોય ક્યાંય.

કહેવાય છે કે, આપણી જોડી તો સ્વર્ગથી બનીને જ આવે છે! આપણું જીવન સાથી કેવું હશે તે વિધાતા એ આપણા લેખમાં લખ્યું જ હોય છે. આમ પણ દરેકના જીવનમાં ક્યારેક લગ્ન મહત્વનું હોય છે દરેકનું સ્વપ્ન હોય છે કે તેને તેના સપનાની સુંદર જીવનસાથી મળે. આજે આપણે એક એવા કિસ્સાની વાત કરીશું જેના વિશે જાણીને ચોંકી જશો. ખરેખર આ એક અનોખી અને ચોકવનારી ઘટના બની છે. તમે આવી જોડી ક્યારેય નહીં જોઈ હોય.

ગયા વર્ષે એટલે કે 2020માં જ કોરોનાની મહામારી વચ્ચે જૂનાગઢનાં આર્યસમાજ એક ટ્રસ્ટ દ્વારા બે નવયુગલોને લગ્નજીવનના બંધન બાંધ્યા આ બંને યુગલો ખૂબ જ અલગ છે.અત્યાર સુધી તમને અનેક જોડી જોઈ હશે જેમાં બંનેમાં કઈક ખામીઓ હશે અને લગ્ન કર્યા હશે પરતું આ કિસ્સામાં કઈક અલગ બન્યું છે.

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના રાજેશરૂ ગામે એક પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન એક શિક્ષક સાથે કરવામાં આવ્યા ખરેખર આ એક સહનીય વાત છે અને તેને યુવક મળી ગયો જે તેનું જીવન સુખમય બનાવશે પરંતુ આ લગ્નની વિશેષતા એ છે કે પ્રજ્ઞાચક્ષુ કન્યાની ઉચાઈ 5.5 ઈચ છે જ્યારે તેમના પતિ શિક્ષક રમેશભાઈની ઉંચાઈ ત્રણ ફૂટ છે.

આ જ કારણે આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા પરતું અનેક લોકો માટે પ્રેરાણા રૂપ બન્યા. એક બીજાની ખામીઓને પોતના ગુણ બનાવી લગ્નગ્રંથી જોડાઈ નવજીવન શરૂઆત કરી છે.કન્યાનું નામ શાંતાબેન છે અને તે જન્મથી જ અંધ છે. તેમણે બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમના પતિનું નામ રમેશ ડાંગર છે તેઓ શિક્ષક છે અને તેમણે બીએ પીટીસીનો અભ્યાસ કર્યો છે. હાલમાં આ બને સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!