Gujarat

એક સમયે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ હતી જાડેજા ની, આજે જીવે છે રોયલ લાઈફ જોવૉ ફોટોસ

ભારતના ઓલરાઉન્ડર ખેલાડી અને ગુજરાતનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા વિશે આજે વાત કરવી છે. રવિન્દ્ર જાડેજા અને રિવાબા સામાન્ય ફેમિલીમાંથી આવે છે બંન્નેએ ઘણા ચઢાવ-ઉતાર પણ જોયા છે પરંતુ આજે તેઓ કપરી મહેનતના પરિણામે એક સારા મુકામ પહોંચી ગયા છે. ત્યારે આવો જાણીએ રવિન્દ્ર જાડેજા અને રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજાની લાઈફસ્ટાઈલ વિશે.

6 ડિસેમ્બર 1988 નારોજ ગુજરાતના જામનગર જિલ્લાના મધ્યમ વર્ગીય પરીવારમાં રવિન્દ્ર જાડેજાનો જન્મ થયો હતો. રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે રવિન્દ્રને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પરંતુ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ વધારે હતો અને મા લતાની પણ ઇચ્છા હતી કે તમનો દીકરો ક્રિકેટર બને.

વર્ષ 2002માં જાડેજા પહેલીવાર સૌરાષ્ટ્ર તરફથી અન્ડર-14માં મહારાષ્ટ્રની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા જ્યાં તેમણે ધમાકેદાર પ્રદર્શનક કર્યું અને 87 રન ઠોકી માર્યા અને 4 વિકેટ પણ ઝડપી. જાડેજાનાં આ પ્રદર્શનને જોતા તેમને અન્ડર-19માં જગ્યા મળી ગઈ અને આ જ ફોરમેટમાં તેમણે પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી.

રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ મેચમાં પોતાનું ડેબ્યુ 8 ફેબ્રુઆરી 2009 ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એકમાત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણવાર 300 થી વધારે રન બનાવ્યા છે.

ડિસેમ્બર 2005માં અન્ડર-19 વર્લ્ડ કપ માટે જાડેજાની પસંદગી કરવામાં આવી. તેમણે ઓસ્ટ્રેલીયા સામે 4 અને પાકિસ્તાનની 3 વિકેટો લઈને જોરદાર પ્રદર્શન કર્યું. વર્ષ 2008માં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જાડેજા 10 વિકેટ ઝડપીને બધાનું દિલ જીતી લીધું અને ભારત આ ટૂર્નામેન્ટમાં વિજયી રહ્યો. અને ત્યારથી જ રવિદ્ર સિંહ જાડેજાના ક્રિકેટ કરીયરની ધૂંઆધાર શરૂઆત થઈ ગઈ.

17 એપ્રિલ 2016 માં રવિન્દ્ર જાડેજાએ રિવાબા સાથે લગ્ન કર્યા. રિવાબા અત્યારે રાજનીતિમાં જોડાઈ ગયા છે અને તેઓએ 2019મા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પણ મેળવી ચુક્યા છે. રવિબા એક રાજનીતિમાં હોવાની સાથે એક સામાજિક કાર્યકર પણ છે.

રવિન્દ્ર અને રિવાબાને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે. જાડેજાના શોખની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજાને કાર કલેક્શનનો ખૂબજ શોખ છે. જાડેજા પાસે બે ઓડી કાર છે અને તેમને 2016માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરવામાં આવી હતી.
જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ 4 માળનો એક રોયલ બંગ્લો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરનું નામ “શ્રીલતા” રાખ્યું છે. શ્રીલતા તેમના માતાનું નામ છે. જાડેજાએ પોતાના આ રોયલ બંગ્લોમાં એક જીમ પણ બનાવ્યું છે અને સાથે જ પ્રેક્ટિસ માટે તેમના બંગ્લોની પાછળ એક ગાર્ડન પણ બનાવ્યો છે. આ સિવાય ઘરમાં રજવાડી સ્ટાઈલના સોફા અને ખુરશીઓ તેમજ ફર્નિચર અને સાથે જ એન્ટિક વસ્તુઓ પણ છે. જાડેજાએ પોતાની ટ્રોફી અને અવોર્ડ્સ માટે એક ખાસ રૂમ પણ બનાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો પણ ખૂબ શોખ છે. સર જાડેજા પાસે 6થી વધુ જાતના ઘોડા છે અને તેમણે પોતાના હાથ પર ઘોડાનું ટેટુ પણ ચિતરાવ્યું છે.

રવિન્દ્ર જાડેજાએ રાજકોટના એક પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફિલ્ડ નામથી એક રેસ્ટોરન્ટ પણ બનાવી છે. આ રેસ્ટોરન્ટની મુલાકાતે ધોની સહિતના ક્રિકેટર્સ પણ આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!