India

કોરોનાથી મોત થયું હશે તો એક સાથે 50,000 રૂપિયાની રકમ મળશે :- અરવિંદ કેજરીવાલ ની જાહેરાત

દેશ ના અલગ અલગ રાજ્યો મા કોરોના એ તબાહી મચાવી હતી અને અનેક પરીવાર ના સભ્યો નો જીવ ગયો હતો સાથે સાથે અનેક પરીવારો ને આર્થિક રીતે પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હ  માટે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, જે લોકોનું મોત કોરોનાથી થયું હશે તેના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની રકમ આપવામાં આવશે.

મહત્વ ની વાત એ છે કે આર્થિક મદદની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે. આ ઉપરાંત દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલે બીજી બે મોટી જાહેરાત પણ કરી હતી જેમા જે બાળકોના માતા પિતાના મોત કોરોનાથી થયા છે તેના 25 વર્ષ થવા સુધી દરમ હિને અઢી હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.

આ ઉપરાંત આ અઢી હજાર ની રકમ એવા બાળકોએ પણ મળશે કે જેમના માતા અથવા પિતા નુ પહેલા મોત થયુ હોય અને બાદ મા માતા અથવા પિતા નુ કોરોના કારણે મૃત્યુ થયુ હોય. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ એમ પણ જણાવ્યું હતુ કે જે અધીકારી કાગળ ચેક કરવા આવશે એ કોઈ ખામીઓ નહી કાઢે કારણ કે કોરોનાથી મોતને કારણે પરિવારજન પહેલાથી જ દુખી છે અને એવા સમયમાં કોઈ ખામીઓ કાઢીને તેને પરેશાન ન કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!